યુકે રશિયા સાથે યુદ્ધ કરવા તૈયાર રહેઃ લશ્કરી વડા કાર્ટર

Wednesday 17th November 2021 04:37 EST
 

લંડનઃ યુકેના આર્મ્ડ ફોર્સીસના વિદાય લઈ રહેલા વડા જનરલ સર નિક કાર્ટરે પૂર્વ યુરોપમાં રશિયા મોટી ધમકી બન્યું હોવાનું જણાવી યુકેએ તેની સાથે યુદ્ધ કરવા તૈયાર રહેવું જોઈએ તેમ કહ્યું છે. જોકે, રશિયા સીધુ યુદ્ધ ઈચ્છતું હોવાનું તેઓ માનતા નથી.

આ મહિનાના અંતે હોદ્દો છોડી રહેલા જનરલ સર નિક કાર્ટરે જણાવ્યું છે કે પૂર્વ યુરોપમાં તાજેતરની તંગદિલી પછી યુકેના લશ્કરી દળોએ રશિયા સાથે યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. જોકે, રશિયન પ્રમુખ પુટિન પશ્ચિમ સાથે ગરમાગરમ યુદ્ધ ઈચ્છતા હોવાનું તેઓ માનતા નથી આમ છતાં, નાટોએ તૈયાર રહેવું પડશે. નેવીના વડા ૫૫ વર્ષીય એડમિરલ સર ટોની રાડાકિન આર્મ્ડ ફોર્સીસના વડાનો હોદ્દો સંભાળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter