લંડનઃ ઈમિગ્રન્ટ ક્રિમિનલ્સ પર અંકુશ લાદવાના પ્રયાસમાં સરકારે યુકે આવતા અમેરિકન તમામ બિનયુરોપીય વિઝા અરજદારોએ ૧૦ વર્ષ સુધીના ક્રિમિનલ રેકોર્ડ્સની તપાસના પુરાવા આપવાનું ફરજિયાત બનાવ્યું છે. આ નિયમનો અમલ સપ્ટેમ્બરથી શરુ કરાશે. પહેલા ઈન્વેસ્ટર અને એન્ટ્રેપ્રીન્યોર વિઝા સહિત ટિયર-વન વિઝા રુટ્સને આવરી લેવાશે, જે ૨૦૧૬થી અન્ય વિઝા માટે પણ લાગુ કરાશે. જોકે, યુરોપિયન યુનિયનના નાગરિકોને આમાંથી મુક્તિ અપાઈ છે.
ચોક્કસ વિઝા રુટ્સથી યુકે આવવા માટે અરજદારે તે છેલ્લાં ૧૦ વર્ષમાં જે દેશમાં રહ્યો હોય તે તમામ દ્વારા ક્રિમિનલ રેકોર્ડની તપાસના પુરાવા આપવાના રહેશે. ઈમિગ્રેશન મિનિસ્ટર જેમ્સ બ્રોકેનશાયરે જણાવ્યું હતું કે વિદેશી અપરાધીઓને યુકેમાં કોઈ સ્થાન નથી અને આ યોજના તેમને બહાર જ રાખવામાં મદદ કરશે.