યુકે સહિતના દેશો ખાલિસ્તાન સમર્થકોને છાવરવાનું બંધ કરેઃ ભારત

ખાલિસ્તાની ધમકીઓ સ્વીકાર્ય નથીઃ બ્રિટન, અમેરિકા અને કેનેડાનું આશ્વાસન

Tuesday 11th July 2023 12:32 EDT
 
 

લંડનઃ  કેનેડા, અમેરિકા, ઑસ્ટ્રેલિયા પછી હવે બ્રિટનમાં પણ ભારતીય રાજદૂતો પર હુમલા કરવાની ખાલિસ્તાની આતંકીઓએ ચેતવણી આપી છે ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયે હવે વિદેશોમાં ખાલિસ્તાની સમર્થકો પ્રત્યે સ્થાનિક સરકારોના વલણ અંગે આકરું વલણ અપનાવ્યું છે. ભારતે યુકે સહિતના દેશોને ખાલિસ્તાની સમર્થકો પ્રત્યે કૂણું વલણ નહીં અપનાવવા જણાવ્યું છે. કેનેડા, અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાની સમર્થકોએ માથું ઊંચક્યું છે. આ દેશોમાં ખાલિસ્તાની સમર્થકોએ ૮મી જુલાઈએ 'કિલ ઈન્ડિયા' નામથી રેલના આયોજનની જાહેરાત કરી છે અને આ જાહેરાતોના પેમ્ફ્લેટમાં ભારતીય રાજદૂતોની તસવીરો છે તથા તેમને મારી નાંખવાની ધમકી અપાઈ છે. આ મુદ્દે ભારતે આકરું વલણ અપનાવીને તીવ્ર વિરોધ નોંધાવ્યા પછી કેનેડા અને બ્રિટને જણાવ્યું હતું કે, ખાલિસ્તાની આતંકીઓ તરફથી ભારતીય હિતો પર હુમલા કરવાની ધમકી સ્વીકારી શકાય નહીં.

જોકે, ભારતે આ મુદ્દે આકરું વલણ અપનાવ્યા પછી કેનેડા અને બ્રિટને કહ્યું હતું કે તેમના ત્યાં ખાલિસ્તાની આતંકીઓની ભારતીય હિતો પર હુમલા કરવાની ધમકી સ્વીકારી શકાય નહીં. જોકે, જવાબમાં ભારતે કહ્યું હતું કે બંને દેશોના આ પ્રકારના નિવેદનોથી ભારત સંતુષ્ટ નથી. પરંતુ અન્ય દેશ કેવા પ્રકારના પગલાં ઊઠાવે છે તે જોઈને પોતે નિર્ણય કરશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં જ કહ્યું હતું કે કેનેડામાં ખાલિસ્તાનના નામે વોટનું રાજકારણ થઈ રહ્યું છે.

પોતે જિવિત હોવાનો ખાલિસ્તાની આતંકી પન્નુનો દાવો

અમેરિકામાં ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ પોતે જીવતો હોવાનો દાવો કર્યો છે. આ પહેલાં શીખ ફોર જસ્ટિસના સ્થાપક પન્નૂનું કાર અકસ્માતમાં મોત થયું હોવાના અહેવાલો ફેલાયા હતા. જોકે, પન્નુએ બુધવારે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય બહાર એક વીડિયો પોસ્ટ કરીને તેના મોતની અટકળો ફગાવી દીધી હતી. તેણે વીડિયોમાં દાવો કર્યો હતો કે આ વીડિયો ૫ જુલાઈએ શૂટ કરાયો છે. તેણે કહ્યું કેનેડાના માલટોનમાં ૧૬ જુલાઈએ ખાલિસ્તાન માટે રેફરેન્ડમ થશે. ત્યાર પછી 10 સપ્ટેમ્બરે વાનકુંવરમાં વોટિંગ થશે. ખાલિસ્તાની આતંકી સંગઠન એસએફજેએ ૧૬મી જુલાઈ અને સપ્ટેમ્બરમાં રેફરેન્ડમની તૈયારી કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter