યુકે સિટી ઓફ કલ્ચરનું બિરુદ મેળવવા આઠ શહેર મેદાનમાં

Wednesday 13th October 2021 08:50 EDT
 

લંડનઃ યુકે સિટી ઓફ કલ્ચરનું બિરુદ મેળવવા અર્માઘ સિટી, બ્રેડફોર્ડ, કાઉન્ટી ડરહામ અને સ્ટર્લિંગ સહિત આઠ શહેર મેદાનમાં છે. આ માટે કલ્ચર મિનિસ્ટ્રીને વિક્રમી ૨૦ અરજી મળી હતી. હાલ યુકે સિટી ઓફ કલ્ચરનું બિરુદ કોવેન્ટ્રી પાસે છે. આ ઉપરાંત, ૨૦૨૫માં યર ઓફ કલ્ચરલ ફેસ્ટિવિટીઝનું યજમાનપદ મેળવવા કોર્નવોલ, ડર્બી, સાઉથમ્પ્ટન અને રેક્સહામ કાઉન્ટી બરોએ ઉમેદવારી નોંધાવી હોવાનું કલ્ચર સેક્રેટરી નાદિન ડોરિસે જાહેર કર્યું હતું.

કલ્ચર સેક્રેટરી ડોરિસે જણાવ્યું હતું કે આ વખતે સૌપ્રથમ વખત આ યાદીમાં સ્થાન મેળવનારા શહેરને તેમની અરજીના આગળના મુકામને પાર પાડવા ૪૦,૦૦૦ પાઉન્ડની ગ્રાન્ટ અપાનાર છે. અરજદારોએ પુરવાર કરવું પડશે કે મહામારીની અસરમાંથી બહાર નીકળવાની તેમની યોજનાના કેન્દ્રમાં તેઓ ‘કલ્ચર’ને મૂકવા તત્પર છે. અરજદાર શહેરોએ શોર્ટલિસ્ટની જાહેરાત થવા પહેલા નિષ્ણાતોની પેનલ તેમજ ડિપાર્ટમેન્ટ ફોરસ, ડિજિટલ, કલ્ચર મીડિયા એન્ડ સ્પોર્ટ્સ (DCMS) સમક્ષ કામગીરી દર્શાવવી પડશે.

હાલ યુકે સિટી ઓફ કલ્ચર-૨૦૨૧નું બિરુદ કોવેન્ટ્રી પાસે છે અગાઉ, હલ (૨૦૧૭) અને ડેરી (૨૦૧૩)એ આ બિરુદ હાંસલ કર્યું હતું.  નવા વિજેતાની જાહેરાત ૨૦૨૨ના સ્પ્રિંગમાં કરાશે. DCMS દ્વારા આ સ્પર્ધાનું આયોજન ઓફિસીસ ફોર સ્કોટલેન્ડ એન્ડ વેલ્સ તથા નોર્ધર્ન આયર્લેન્ડ એક્ઝિક્યુટિવને સાથે રાખી કરાય છે જેમાં, કલ્ચરનો ઉપયોગ સામાજિક અને આર્થિક રીકવરીનાં સાધન તરીકે કરવામાં આવે છે. યુકે સિટી ઓફ કલ્ચર સ્પર્ધામાં વિજેતા બનવાથી વિસ્તાર પર રચનાત્મક અસર સર્જાય છે, ઈન્વેસ્ટમેન્ટને વેગ મળે છે, નોકરીઓનું સર્જન થાય છે તેમજ દરેકને તેમની પશ્ચાદભૂ ધ્યાનમાં લીધા વિના કલ્ચર-સંસ્કૃતિનું મહત્ત્વ સમજાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter