લંડનઃ યુકે સ્થિત ગેંગસ્ટરની ભારતના પંજાબમાં સક્રિય ગેંગના બે સભ્યોની ફિરોઝપુર પોલીસ દ્વારા ધરપકડ કરાઇ છે. નિશાન સિંહ નામના ગેંગસ્ટર દ્વારા સંચાલિત ગેંગના આ સભ્યો પાસેથી હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ અને 4 કારતૂસ મળી આવ્યાં હતાં. આરોપીઓએ જણાવ્યું હતું કે, નિશાન સિંહના ઇશારે તેઓ અમૃતસરના એક પોલીસ અધિકારી અથવા પોલીસ સ્ટેશન પર હુમલો કરવાના હતા. પોલીસ આ ગેંગના વધુ સભ્યોને ઝડપી લેવા કાર્યવાહી કરી રહી છે.

