યુકે સ્થિત મૌલાના શમશુલ પર ભારતમાં મની લોન્ડરિંગનો આરોપ

Tuesday 30th December 2025 09:32 EST
 
 

લંડનઃ ભારત સરકારના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ યુકે સ્થિત ઇસ્લામિક પ્રચારક મૌલાના શમશુલ હુડા ખાન સામે મની લોન્ડરિંગ એક્ટ અઁતર્ગત કેસ નોંધી તપાસ આદરી છે. ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા મૌલાના વિરુદ્ધ એફઆર્ઇઆર નોંધાયા બાદ ઇડી દ્વારા આ પગલું લેવાયું છે. મૌલાના શમશુલ હાલ યુકેમાં રહે છે. તેમણે 2013માં બ્રિટિશ નાગરિકતા હાંસલ કરી હતી.

મૌલાના શમશુલ ઉત્તરપ્રદેશમાં સરકાર દ્વારા ગ્રાન્ટ મેળવતા મદરેસામાં 1984માં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે નિયુક્ત થયા હતા. તેમના પર આરોપ છે કે તેમણે વિદેશમાં વસવાટ દરમિયાન શિક્ષક તરીકે કોઇ કામગીરી ન કરી હોવા છતાં અને ભારતીય નાગરિકતા છોડી તે પછી પણ 2013થી 2017 વચ્ચે પણ પગાર મેળવ્યો હતો.

ઇડીનો આરોપ છે કે શમશુલે ઘણા દેશોનો પ્રવાસ કર્યો હતો અને ભારતમાં સંચાલિત બેન્ક ખાતાઓ દ્વારા કરોડો રૂપિયા મેળવ્યા હતા. મૌલાનાએ રૂપિયા 30 કરોડની સંપત્તિ પણ ખરીદી હતી. તપાસ એજન્સીઓ યુકેમાં મૌલાનાના કટ્ટરવાદી સંગઠનો સાથેના સંબંધોની પણ તપાસ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter