યુકે સ્થિત શખ્સે પરિવારને ખતમ કરવા મોકલ્યું ઝેરી પાર્સલ, એકનું મોત

જૂની અદાવતનો બદલો લેવા હર્ષવર્ધને યુકેથી હૈદરાબાદમાં રહેતા પરિવારને પાર્સલ મોકલ્યું હતું

Tuesday 21st April 2026 12:33 EDT
 

હૈદરાબાદ: હૈદરાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લંડનમાં રહેતા એક વ્યક્તિએ જૂની અદાવતનો બદલો લેવા માટે આખા પરિવારને ખતમ કરવાનું ઘાતક કાવતરું ઘડ્યું હતું. ડોરસ્ટેપ ડિલિવરી દ્વારા મોકલવામાં આવેલા આ ઝેરી પાર્સલને કારણે પરિવારના એક સભ્યનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય સભ્યો ગંભીર રીતે બીમાર પડ્યા છે.

આરોપી હર્ષવર્ધને હૈદરાબાદમાં રહેતા તેના સંબંધીઓના ઘરે મીઠાઈ અને ભોજનનું પાર્સલ મોકલ્યું હતું. આ પાર્સલમાં અત્યંત દુર્લભ અને ઘાતક ઝેર ભેળવવામાં આવ્યું હોવાની આશંકા છે. પરિવારના સભ્યોએ જ્યારે પાર્સલમાં રહેલી ખાદ્ય સામગ્રી ખાધી ત્યારે તેમની તબિયત લથડી હતી. સારવાર દરમિયાન પરિવારના એક સભ્યનું મૃત્યુ થયું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ એવી પદ્ધતિ અપનાવી હતી કે જેનાથી ઝેરની અસર તરત ન જણાય, પરંતુ તે ધીમે ધીમે શરીરના અંગોને નુકસાન પહોંચાડે. છે કે હર્ષવર્ધન અને ભોગ બનનાર પરિવાર વચ્ચે લાંબા સમયથી મિલકત અથવા અંગત અદાવત ચાલી રહી હતી.

આરોપી હર્ષવર્ધન છેલ્લા ઘણા સમયથી યુકેમાં સ્થાયી થયો છે. તેણે ત્યાં બેસીને જ ઓનલાઇન અથવા સ્થાનિક સંપર્કો દ્વારા આ પાર્સલની ડિલિવરી ગોઠવી હતી જેથી કોઈને તેના પર શંકા ન જાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter