યુકે સ્થિત શસ્ત્ર વચેટિયા સંજય ભંડારીના કેસમાં રોબર્ટ વાડરા આરોપી

સંજય ભંડારી અને રોબર્ટ વાડરા વચ્ચે સાંઠગાંઠ હોવાનો ઇડીનો આરોપ

Tuesday 25th November 2025 08:31 EST
 

લંડનઃ ભારતની આર્થિક અપરાધોની તપાસ કરતી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) યુકે સ્થિત શસ્ત્ર વચેટિયા સંજય ભંડારી સામે ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરાને આરોપી બનાવ્યા છે. ઇડી દ્વારા નોંધાયેલી ફરિયાદની સુનાવણી સ્પેશિયલ કોર્ટમાં 6 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. ઇડી રોબર્ટ વાડરા અને સંજય ભંડારી વચ્ચેની કડીઓની તપાસ કરી રહી છે.

ઇડીનું માનવું છે કે રોબર્ટ વાડરાએ સંજય ભંડારીને મદદ કરી હતી અને લંડનમાં આવેલી સંજય ભંડારીની પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો હતો. ઇડીનું માનવું છે કે ભંડારીએ આ સંપત્તિ અપરાધિક પ્રવૃત્તિમાંથી મેળવેલા નાણામાંથી ખરીદી હતી. જોકે વાડરાએ લંડનની કોઇપણ પ્રોપર્ટીની માલિકી કે કોઇપણ સંબંધ હોવાના આરોપો નકારી કાઢ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઇ મહિનામાં દિલ્હીની કોર્ટે સંજય ભંડારીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter