યુકે હોસ્પિટાલિટી સેક્ટરમાં ઈયુ વર્કર્સના પ્રમાણમાં ભારે ઘટાડો

Wednesday 28th July 2021 07:09 EDT
 

લંડનઃ યુકેના હોસ્પિટાલિટી સેક્ટરમાં ઈયુ વર્કર્સના પ્રમાણમાં ગણનાપાત્ર ૪૦ ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. કેવિડ મહામારી અને બ્રેક્ઝિટના સંયુક્ત કારણોસર બ્રિટિશ એમ્પેલોયર્સ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઈંગ્લેન્ડમાં રેસ્ટોરાં અને પબ્સમાં સ્ટાફની ભારે અછત જોવા મળી છે અને ઘણા સ્થળોને તો કામ બંધ કરવાની અથવા સર્વિસ ઘટાડવાની ફરજ પડી છે.

હોસ્પિટાલિટી સેક્ટરને સોફ્ટવેર્સ પૂરાં પાડતી કંપનીના રિપોર્ટ અનુસાર યુકેની ૭૦૦થી વધુ હોસ્પિટાલિટી કંપનીઓના વર્કફોર્સમાં જૂન મહિનામાં યુરોપિયન દેશોના વર્કર્સનો હિસ્સો ૩૭ ટકાનો રહ્યો છે જે બે વર્ષ અગાઉ ૪૩ ટકાનો હતો. બીજી તરફ, આ જ સમયગાળામાં ક્ષેત્ર દ્વારા કામે રખાયેલા બ્રિટિશ વર્કર્સનો હિસ્સો ૪૬ ટકાથી વધી ૫૧ ટકાનો થયો હતો.

લોકડાઉન નિયંત્રણો ઉઠાવી લેવાના ૧૯ જુલાઈના કહેવાતા ‘ફ્રીડમ ડે’ના એક સપ્તાહ અગાઉ ૧૦ હોસ્પિટાલિટી કાર્યોમાંથી લગભગ એક જગ્યા ખાલી હોવાનો અંદાજ યુકેહોસ્પિટાલિટી દ્વારા અપાયો છે જેનો અર્થ આશરે ૧૮૦,૦૦૦થી વધુ વર્કર્સની અછત હતી. આ સેક્ટરના લગભગ ૫૦ ટકા એટલે કે હજારો કર્મચારી હજુ સંપૂર્ણ કે ફ્લેક્સિબલ ફર્લો હેઠળ હોવાનું ડેટા સૂચવે છે. જોકે, મહામારીની શરુઆતમાં આ સ્કીમ ચાલુ થયા પછી હાલ તેનું પ્રમાણ ઓછું હોવાં છતાં વર્કફોર્સનો મોટો હિસ્સો કામ પર નથી.

વડા પ્રધાન જ્હોન્સનની ઈયુ સેટલમેન્ટ સ્કીમ લગભગ નિષ્ફળ જવા સાથે ઈયુ કર્મચારીમાં ઘટાડો અને બ્રિટિશ કર્મચારીમાં વધારો થતો રહ્યો છે. સેટલ્ડ સ્ટેટસ માટેની તમામ અરજીની સમયમર્યાદા ૩૦ જૂન ૨૦૨૧ હતી ત્યારે બ્રિટનમાં રહેલા હજારો ઈયુ નાગરિકોને તેમના અધિકારોથી વંચિત કરી દેવાશેની ચેતવણી આપી દેવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter