યુકે – ઇયુ વચ્ચે બે લાખ યુવાઓ માટે મોબિલિટી સ્કીમ પર સહમતિ

બંને પક્ષના એક લાખ યુવાનો ત્રણ વર્ષ સુધી એકબીજાના દેશમાં રહી શકશે, કામ કરી શકશે અને અભ્યાસ કરી શકશે

Tuesday 24th November 2026 08:46 EST
 

લંડનઃ યુકે અને યુરોપિયન યુનિયન વચ્ચે એક ઐતિહાસિક યુથ મોબિલિટી સ્કીમ' પર સંમતિ સધાઈ છે  જે અંતર્ગત બંને પક્ષના એક લાખ યુવાનો ત્રણ વર્ષ સુધી એકબીજાના દેશમાં રહી શકશે, કામ કરી શકશે અને અભ્યાસ કરી શકશે.

નવી યૂથ એક્સપિરિયન્સ સ્કીમ હેઠળ ઇયુના એક લાખ યુવાનો અને યુકેના તેટલા જ યુવાનો ત્રણ વર્ષ સુધી એકબીજાના પ્રદેશોમાં રહીને અભ્યાસ, નોકરી, સ્વૈચ્છિક સેવા, ઓ-પેરિંગ અને પ્રવાસ જેવી પ્રવૃત્તિઓ કરી શકશે. બંને પક્ષો વર્ષ 2028 સુધીમાં આ કરારનો અમલ કરવાનું લક્ષ્ય ધરાવે છે અને જાન્યુઆરી 2030 સુધીમાં આ તકો ઉપલબ્ધ થઈ જાય તે સુનિશ્ચિત કરશે.

યુકેના વડાપ્રધાન એન્ડી બર્નહામે જણાવ્યું હતું કે. આ સોદો યુવાનોને તેમની ક્ષિતિજો વિસ્તારવામાં મદદ કરશે. જે યુવાનો એ વિચારી રહ્યા છે કે આજના આ કરારથી તેમના જીવન પર શું અસર પડશે, તેમને હું કહીશ કે આ કરાર તમારા માટે છે. આ કરાર ખરેખર તમારા જીવનમાં આગળ વધવાની તકો ઊભી કરવા માટે છે. બ્રેક્ઝિટે આપણા યુવાનો પાસેથી તકો છીનવી લીધી હતી અને તેમના જીવનની ક્ષિતિજોને મર્યાદિત કરી દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter