- ભારતમાં નિકાસ થતી સ્કોચ વ્હિસ્કી પરનો ટેરિફ તાત્કાલિક અસરથી 150 ટકાથી ઘટાડીને 75 ટકા. 10 વર્ષમાં ટેરિફ ઘટાડીને 40 ટકા કરાશે
- ભારતમાં કારના પ્રકાર પ્રમાણે આગામી 5થી 10 વર્ષમાં બ્રિટિશ કારો પરનો ટેરિફ 10 ટકા કરાશે, ઇલેક્ટ્રિક વ્હિકલ માટે ટેરિફ ચોક્કસ ક્વોટા અંતર્ગત 110 ટકાથી ઘટાડીને 10 ટકા કરાશે
- બ્રિટિશ કાયદા કંપનીઓ અને વકીલો ભારતમાં પ્રેકટિસ કરી શકશે, સામે પક્ષે ભારતીય કાયદા કંપનીઓ અને વકીલોને પણ બ્રિટનમાં પ્રેકટિસની પરવાનગી
- બ્રિટિશ ફાઇનાન્સિયલ સર્વિસિઝને ભારતમાં ઓપરેટ કરવાની પરવાનગી, કોઇ મર્યાદાઓ નહીં લદાય
- બ્રિટનથી ભારતમાં આયાત થતા સોફ્ટ ડ્રિંક્સ અને કોસ્મેટિક્સ પરનો ટેરિફ 15 ટકાથી ઘટાડીને 3 ટકા કરાશે, ચોકલેટ અને બિસ્કિટ જેવા ખાદ્ય ઉત્પાદનો સસ્તાં થશે
- બ્રિટિશ મેડિકલ ડિવાઇસ અને એરોસ્પેસ પાર્ટ્સ પરની આયાત જકાતમાં ઘટાડો કરાશે, લેન્સ અને માઇક્રોસ્કોપ પરની આયાત જકાત 11 ટકાથી ઘટાડીને 0 ટકા
- બ્રિટનમાં ઉત્પાદિત મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ગેજેટ્સ પરનો ટેરિફ ઘટશે
- બ્રિટનથી આયાત થતા જૂતાં, કપડાં, ફેશન એસેસરિઝ પરની ડ્યુટી ઘટાડાશે
- આગામી 10 વર્ષમાં ચાંદીની આયાત પરની જકાત શૂન્ય કરાશે
- ભારતથી બ્રિટનમાં આયાત થતા બાસમતી ચોખા, ચીકન અને ઇંડા પર શૂન્ય જકાત
- ભારતથી બ્રિટનમાં આયાત થતી જેનરિક દવાઓ અને મેડિકલ ડિવાઇસ ડ્યુટી ફ્રી કરાશે
- ભારતથી બ્રિટનમાં આયાત થતા કપડાં, ચામડાંના ઉત્પાદનો પરનો ટેરિફ હટાવાશે
- યુકેમાં કામ કરવા જતા ભારતીય પ્રોફેશનલ્સને નેશનલ ઇન્શ્યુરન્સમાં 3 વર્ષની મુક્તિ
- ભારતમાં ઉત્પાદિત ઓટોમોબાઇલ કોમ્પોનન્ટ્સને બ્રિટિશ બજારમાં નવી તકો ઉપલબ્ધ બનશે, ગુજરાતના રાજકોટના ઉદ્યોગોને લાભ થશે

