યુકેએ અફઘાનિસ્તાન, કેમરૂન, મ્યાનમાર અને સુદાન પર વિઝા પ્રતિબંધ લાદ્યા

Tuesday 10th March 2026 12:35 EDT
 

લંડનઃ બ્રિટનની અસાયલમ સિસ્ટમનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકી યુકેએ અફઘાનિસ્તાન, કેમરૂન, મ્યાનમાર અને સુદાન પર તાત્કાલિક ધોરણે વિઝા પ્રતિબંધ લાગી દીધો છે. સરકારનો આરોપ છે કે આ દેશોના લોકો યુકેમાં રાજ્યાશ્રય માટે લીગલ માઇગ્રેશન રાઉટ્સનો ઉપયોગ કરી રહ્યાં હતાં. પહેલીવાર સરકાર દ્વારા આ પ્રકારનો વિઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હોમ સેક્રેટરી શબાના માહમૂદે જણાવ્યું હતું કે, બ્રિટન હંમેશા સતામણી અને યુદ્ધનો સામનો કરી રહેલા વિદેશી નાગરિકોને આશ્રય આપશે પરંતુ તેની વિઝા સિસ્ટમનો દુરુપયોગ થવા નહીં દે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter