યુકેએ ટાન્ઝાનિયા અને કોંગોથી આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો

Tuesday 02nd February 2021 14:20 EST
 

સાઉથ આફ્રિકાના કોવિડ સ્ટ્રેઈનને અટકાવવાના પ્રયાસમાં યુકેએ ટાન્ઝાનિયા અને કોંગોથી આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો હતો. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે આ બે આફ્રિકી દેશોથી આગમન પર મનાઈ ફરમાવી હતી. જોકે, આ નિયમ આ દેશોમાંથી પરત ફરતાં બ્રિટિશ અને આઈરીશ લોકો તેમજ રેસિડેન્સી રાઈટ ધરાવતા લોકોને લાગૂ નહી પડે. યુકેના ચીફ સાયન્ટિફિક એડવાઈઝર સર પેટ્રિક વોલેન્સે કોરોના વાઈરસના વેરિયન્ટ્સ ખરેખર ચિંતાનો વિષય હોવાની આપેલી ચેતવણી પછી આ નિર્ણય લેવાયો હતો. વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી હતી કે હાલની વેક્સિન 501Y.V2 તરીકે ઓળખાતા સાઉથ આફ્રિકન વેરિયન્ટ સામે ઓછી અસરકારક રહેશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter