લંડનઃ લંડન સહિત સમગ્ર યુકેમાં ભવ્ય આતશબાજી સાથે વર્ષ 2026ને વધાવી લેવાયું હતું. થેમ્સ નદીના કિનારે આતશબાજી નિહાળવા એક લાખ કરતાં વધુ લોકો એકઠાં થયાં હતાં. 31 ડિસેમ્બરની મધરાતે બિગ બેનમાં 12 ટકારોની સાથે જ 12 મિનિટનો ભવ્ય શો શરૂ થયો હતો. સ્કોટલેન્ડમાં એડિનબરો કેસલ ખાતે ભવ્ય આતશબાજી કરાઇ હતી. આ માટે સિટી સેન્ટરમાં 40,000થી વધુ લોકો ઉજવણી કરવા એકઠાં થયાં હતાં.

