યુકેથી ફ્રાન્સમાં માનવ તસ્કરી માટે જસકિરત સિંહને 5 વર્ષ 3 મહિનાની કેદ

જસકિરતે કાળા કારોબારમાંથી 1,85,000 પાઉન્ડની કમાણી કરી હતી

Tuesday 23rd June 2026 10:26 EDT
 

લંડનઃ યુકેથી લૉરીઓ મારફતે ગેરકાયદેસર રીતે ફ્રાન્સમાં માઇગ્રન્ટ્સની હેરાફેરી કરવાના રેકેટમાં સંડોવણી કબૂલ્યા બાદ 25 વર્ષીય ભારતીય નાગરિક જસકિરત સિંહને દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડમાં પાંચ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2024થી માર્ચ 2026 દરમિયાન બિન-બ્રિટિશ નાગરિકોની ગેરકાયદેસર અવરજવર પાછળ જસકિરત સિંહની મુખ્ય ભૂમિકા હતી. આ કાળા કારોબારમાંથી તેણે આશરે 1,85,000 પાઉન્ડની કમાણી કરી હોવાનું માનવામાં આવે છે. કેન્ટરબરી ક્રાઉન કોર્ટ દ્વારા ગુરુવારે તેને આ સજા સંભળાવવામાં આવી હતી. પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે આ સમગ્ર ઓપરેશને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા અને હવે તેઓ તેની કથિત કમાણી જપ્ત કરવા માટેની કાનૂની કાર્યવાહી હાથ ધરશે.

ડિસેમ્બર 2024માં ડોવર ખાતે રોકવામાં આવેલી એક લૉરીના ટ્રેલરમાંથી 11 ભારતીય નાગરિકો છુપાયેલા મળી આવ્યા હતા. તેમની પૂછપરછમાં મળેલી માહિતી અને જાન્યુઆરી 2025માં ફ્રાન્સ જઈ રહેલી અન્ય એક લૉરીમાંથી મળી આવેલા ચાર ભારતીય નાગરિકો દ્વારા આપવામાં આવેલી વિગતોના આધારે સત્તાવાળાઓએ વુલ્વરહેમ્પટનમાં આવેલા જસકિરત સિંહના સરનામા સુધી પહોંચ્યા હતા અને તેની ધરપકડ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter