લંડનઃ યુકેમાં WHO ની મર્યાદાથી વધુ હવાનું પ્રદૂષણ દર્શાવતા ડેટામાં સ્લાઉ, લંડન અને લીડ્ઝ સૌથી ખરાબ સ્થળો છે. સેન્ટ્રલ ઓફિસ ઓફ પબ્લિક ઇન્ટરેસ્ટ (Copi) અને ઇમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા તૈયાર કરાયેલા નકશામાં કમ્પ્યુટર મોડેલિંગ સાથે 20,000 મેઝરમેન્ટ્સ સાંકળી લેવાયા હતા જેનાથી દર 20 મીટરના અંતરે પ્રદૂષણનો અંદાજ તૈયાર કરી શકાય.
યુકેમાં મહત્તમ ઘર પ્રદુષિત હવાની WHO ની માર્ગદર્શિકાની મર્યાદાને વટાવી જાય છે. સ્લાઉ, લંડન અને લીડ્ઝ સૌથી ખરાબ પ્રદુષણગ્રસ્ત સ્થળો છે. નેશનલ પોલ્યુશન લેવલ જોવામાં આવે તો લંડનનો બકિંગહામ પેલેસ વિસ્તાર 98 પર્સેન્ટાઈલ ધરાવે છે જ્યારે સ્કોટલેન્ડનો બાલ્મોરલ પેલેસ શૂન્ય પર્સેન્ટાઈલ ધરાવે છે એટલે કે ત્યાંની હવા શુદ્ધ છે. યુકેના 97 ટકાથી વધુ સ્થળો કે ઘર પ્રદુષકોના ત્રણ મુખ્ય પ્રદુષતોની અસર હેઠળ છે જ્યારે 70 ટકા ઘર ઓછામાં ઓછાં એક પ્રદુષકની અસર હેઠળ છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ માટે યુકેની કાનૂની મર્યાદા WHO ની નવી મર્યાદાથી ચાર ગણી વધારે છે

