યુકેના અર્થતંત્રમાં 18 લાખ ભારતીયોનું 6 ટકા જેટલું મહાકાય યોગદાન

2022માં યુકેમાં રોકાણ કરવામાં ભારતીયો બીજા સ્થાને, 1.2 લાખ નોકરીનું સર્જન

Tuesday 14th February 2023 14:34 EST
 
 

લંડન

યુકેમાં વસતા 18 લાખ ભારતીયો દેશના અર્થતંત્રમાં 6 ટકા જેટલું મહત્વનું યોગદાન આપી રહ્યાં છે. યુકેમાં ભારતના પૂર્વ હાઇકમિશ્નર અને ભારતના મુખ્ય માહિતી અધિકારી યશવર્ધનકુમાર સિંહાએ ભારતમાં જહાંગીરના શાસનકાળથી અત્યાર સુધીના 400 વર્ષના ભારત અને યુકેના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરતાં વધી રહેલા વૈશ્વિકરણ, જી-20 અને ભારત તથા યુકે વચ્ચે ટેકનોલોજી તથા એજ્યુકેશન સેક્ટરમાં થઇ રહેલી ભાગીદારીઓનો ઉલ્લેખ કર્યો હતો.

સિંહાએ જણાવ્યું હતું કે, ભારત હવે એક સિસ્ટમ મેકર દેશ બની ગયો છે. થોડા મહિના પહેલાં જ ભારત યુકેને પછડાટ આપીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે. ભારત સંખ્યાબંધ દ્વિપક્ષીય અને બહુપક્ષીય નિયમોનો પક્ષકાર રહ્યો છે અને વિવિધ તબક્કે સક્રિય ભુમિકા ભજવી રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, યુકે ભારતના ટોચના 15 વેપાર ભાગીદારોમાં સ્થાન ધરાવતો નહોતો અને યુકેના ટ્રેડિંગ પાર્ટનર લિસ્ટમાં ભારત 12મા સ્થાને હતો. પરંતુ યુકેમાં રોકાણની વાત આવે છે ત્યારે ભારત મહત્વનું સ્થાન ધરાવે છે. ગયા વર્ષે યુકેમાં રોકાણ કરનારા દેશોમાં અમેરિકા બાદ ભારત બીજા સ્થાને હતો જેના કારણે યુકેમાં 1.2 લાખ નોકરીનું સર્જન થયું હતું. સિંહાએ જણાવ્યું હતું કે, આજે યુકે ભારતીય વિદ્યાર્થીઓનું મનપસંદ એજ્યુકેશન સેન્ટર બની ગયો છે.

 બ્રિટનમાં ભારતીયોની વસતી

  – અંદાજિત 1.8 મિલિયન, યુકેની વસતીના 2.5થી 3 ટકા

ઇકોનોમી

-         ભારતીયોની માલિકીની 654 કંપની

-         યુકેની ઇકોનોમીમાં કેપિટલ એક્સપેન્ડિચર દ્વારા 2 બિલિયન પાઉન્ડનું રોકાણ

-         ભારતીયોની માલિકીની કંપનીઓ દ્વારા અંદાજિત 37 બિલિયન પાઉન્ડની આવક

-         35 ટકા કંપનીના બોર્ડમાં એક કરતાં વધુ મહિલા ડિરેક્ટર

-         બીએન્ડએમ રિટેલ દ્વારા 26000, વેદાંતા રિસોર્સ દ્વારા 25000, બોપારન હોલ્ડકો કંપની દ્વારા 22000ને નોકરી

-         હોસ્પિટાલિટી, હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ્સ, રિઅલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરોમાં મહત્વનું યોગદાન

-         43 ટકા ભારતીયો બે હાઇએસ્ટ ઇનકમ ગ્રુપમાં સામેલ

-         74 ટકા ભારતીયો પાસે પોતાની માલિકીનાં મકાન

-         યુકેમાં ભારતીય સમુદાય બીજા ક્રમનો સૌથી વધુ વેતન મેળવતો સમુદાય

 હેલ્થકેર

-         યુકેના કુલ હેલ્થકેર પ્રોફેશનલ્સમાં 15 ટકા ભારતીય સમુદાયના

 કાયદો અને વ્યવસ્થા

-         2021ના આંકડા પ્રમાણે બ્રિટિશ જેલોમાં ભારતીય કેદીઓની સંખ્યા 1 ટકા કરતાં પણ ઓછી

શિક્ષણ

-         ભારતીય વિદ્યાર્થીઓના ગ્રેડ નેશનલ એવરેજ કરતાં વધુ

-         અંગ્રેજી અને ગણિતમાં 62 ટકા ભારતીય વિદ્યાર્થીઓના ગ્રેડ 5થી વધુ

-         એ-લેવલ સ્ટેજમાં 15.3 ટકા ભારતીયોના ગ્રેડ એ

-         96 ટકા ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં આગળ વધે છે

-         31 ટકા ભારતીય કામદારો કુશળ વ્યવસાયો સાથે સંકળાયેલા છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter