યુકેના એરપોર્ટ પર હવે નાના બાળકો માટે પણ ઇ-ગેટ્સ ખુલ્લા મૂકાશે

જુલાઈથી 8 અને 9 વર્ષના બાળકો માટે નવા નિયમો

Tuesday 19th May 2026 12:25 EDT
 
 

લંડનઃ બ્રિટિશ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવા નિયમો મુજબ વિદેશથી બ્રિટન પરત ફરી રહેલા આઠ અને નવ વર્ષની વયના બાળકો હવે 8 જુલાઈથી યુકેના એરપોર્ટ્સ પર ઈ-ગેટ્સનો ઉપયોગ કરી શકશે. અગાઉ માત્ર 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને જ આ ઓટોમેટેડ બોર્ડર કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરવાની મંજૂરી હતી.

નવા નિયમો અનુસાર પાત્ર બાળકોની ઉંચાઈ ઓછામાં ઓછી 120 સેન્ટિમીટર હોવી જોઈએ અને તેમની સાથે એક પુખ્ત વ્યક્તિ હોવી અનિવાર્ય છે જેથી બાયોમેટ્રિક સ્કેનર્સ તેમને યોગ્ય રીતે ઓળખી શકે. યુકે હોમ ઓફિસના જણાવ્યા અનુસાર આ ફેરફારથી દર વર્ષે અંદાજે 15 લાખ વધારાના બાળકો ઈ-ગેટ્સનો ઉપયોગ કરી શકશે, જેનાથી પીક ટ્રાવેલ સીઝન દરમિયાન પરિવારોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે અને સમયની બચત થશે.

બોર્ડર ફોર્સના ડાયરેક્ટર જનરલ ફિલ ડગ્લાસે જણાવ્યું કે આ પગલાથી કુશળ અધિકારીઓ પોતાનું ધ્યાન તેવા લોકો પર કેન્દ્રિત કરી શકશે જેઓ યુકે માટે જોખમ ઊભું કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter