યુકેના ડિફેન્સ રીવ્યૂમાં ભારતની વૈશ્વિક ભુમિકાને મહત્વનું સ્થાન અપાયું

યુકે સહિયારા હિતો માટે ભારત સાથે દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બનાવી રહ્યો છે

Tuesday 03rd June 2025 10:34 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર દ્વારા ગયા સપ્તાહમાં રજૂ કરાયેલા ડિફેન્સ રીવ્યૂમાં ભારત સાથેના વ્યૂહાત્મક સંબંધો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકાને ધ્યાનમાં લેતાં યુકે સહિયારા હિતો માટે ભારત સાથે દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બનાવી રહ્યો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2025માં યુકે-ઇન્ડિયા સંરક્ષણ ભાગીદારીની જાહેરાત કરાઇ હતી જે દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર માટેનું મહત્વનું પગલું છે. તેમાં એર ડિફેન્સમાં નેક્સ્ટ જનરેશન વેપન્સ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ઇન્ડિયા-યુકે 2030 વિઝનના પાંચ સ્થંભમાં ડિફેન્સ અને સિક્યુરિટી સહકાર મહત્વનો સ્થંભ છે. જે અંતર્ગત બંને દેશ સાયબર, સ્પેસ, ક્રાઇમ અને આતંકી ધમકીઓને પહોંચી વળવાના પ્રયાસો મજબૂત કરવા સાથે મળીને કામ કરી રહ્યાં છે. બંને દેશ મેરીટાઇમ સહકાર વધારવા અને સંયુક્ત કવાયતો પર કામ કરી રહ્યાં છે. તે ઉપરાંત નવી ટેકનોલોજી અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં પણ સહકાર સાધી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter