યુકેના નાગરિકો માટે ભારતીય વિઝા ફીનું નવું ધોરણ અમલી

Tuesday 05th January 2016 11:23 EST
 

લંડનઃ યુકેના નાગરિકો માટે ભારતીય વિઝા ફીનું નવું ધોરણ ચોથી જાન્યુઆરી, ૨૦૧૬થી અમલમાં આવ્યું છે. આ વિઝા ફીના માળખામાં બે પાઉન્ડની ઈન્ડિયન કોમ્યુનિટી વેલ્ફેર ફંડની ફી તેમજ સર્વિસ પ્રોવાઈડર દ્વારા લાગુ કરાતી ફીનો સમાવેશ થતો નથી. સૂચિત ત્રણ વિઝા પ્રકાર સિવાય યુકેના નાગરિકો માટે અન્ય પ્રવર્તમાન વિઝા ફી માળખું યથાવત રખાયું છે. સુધારાયેલા ફી માળખા વિશે કોઈ પણ માહિતી મેળવવા સર્વિસ પ્રોવાઈડરનો સંપર્ક http://www.vfsglobal.com/ India/UK/contact_us.html પર કરી શકાશે.

૪ જાન્યુઆરી, ૨૦૧૬થી નીચે મુજબ ફીનું ધોરણ અમલી બનશે.

અરજદારોએ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ભારતની ઈમર્જન્સી મુલાકાત લેવાની હોય તેવા કિસ્સા સિવાય હાથથી લખાયેલા અથવા નોન-મશીન રીડેબલ પાસપોર્ટ સાથેની વિઝા અરજી સ્વીકારવાનું તત્કાળ અસરથી બંધ કરવામાં આવ્યું છે.

લંડનના ભારતીય હાઈ કમિશન તથા બર્મિંગહામ અને એડિનબરાસ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા તેમની વિઝાસેવાઓ બાહ્ય સર્વિસ પ્રોવાઈડર M/S VF Worldwide Holdings Ltd. ને સોંપવામાં-આઉટસોર્સ કરવામાં આવી છે. ઈમર્જન્સી વિઝા ઈચ્છતા અથવા યુએન/ ડિપ્લોમેટિક/ ઓફિસિયલ પાસપોર્ટ ધરાવતા અરજદારો સિવાયના અન્ય તમામ અરજદારોએ ઓથોરાઈઝ્ડ વેબસાઈટ www.indianvisaonline.gov.in મારફત માન્ય ઓનલાઈન વિઝા એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે અને અમારા એકમાત્ર સર્વિસ પાર્ટનર M/S VF Worldwide Holdings Ltd. ને તેમની અરજી મોકલવાની રહેશે. વધુ માહિતી માટે http://in.vfsglobal.co.uk ની મુલાકાત લેવા વિનંતી છે. અન્ય કોઈ વેબસાઈટ અથવા એજન્ટ સાથે કરાયેલા વ્યવહારો અંગે હાઈ કમિશન ઓફ ઈન્ડિયા અને કોન્સ્યુલેટ્સ જરા પણ જવાબદાર રહેશે નહિ.

બર્મિંગહામ અને એડિનબરાસ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા સંબંધિત વિઝા અંગેની માહિતી મેળવવા

http://www.cgibirmingham.org/index.php?option=com_pages&id=12

http://www.cgiedinburgh.org/pages.php?id=17 લિન્ક્સનો ઉપયોગ કરી શકાશે.

અરજી અગાઉ ધ્યાનમાં રાખવાપાત્ર મુદ્દાઓઃ

જ્યારે તમે વિઝા માટે અરજી કરો ત્યારે પાસપોર્ટની માન્યતા આગામી ૧૮૦ દિવસ અથવા તેથી વધુ સમય માટે હોવી જોઈએ. પાસપોર્ટમાં ઓછામાં ઓછાં બે પાના ખાલી હોવાં જોઈએ અને પાસપોર્ટ કોઈ રીતે ફાટેલો/ ચેડાં કરાયેલો/ નુકસાન થયેલો હોવો ન જોઈએ.

હકીકતો અને માહિતીને છુપાવવાથી અરજી કરાયેલા વિઝામાં માત્ર વિલંબ અથવા ઈનકાર કરાશે એટલું જ નહિ, ભવિષ્યમાં પણ આ સિસ્ટમ હેઠળ અરજી કરવામાંથી એરજદારને પ્રતિબંધિત કરાશે. ડિપોઝીટ કરાયેલી વિઝા પ્રોસેસિંગ ફી રિફન્ડ કરાશે નહિ. પ્રવાસના હેતુસર લાગુ પડતા વિઝાને સંબંધિત તમામ વિગતોની ચોકસાઈ કર્યા પછી જ આ ફી ડિપોઝીટ કરવી જોઈશે. વિઝા અરજીનો સ્વીકાર કરાયાથી વિઝા આપમેળે મળી જશે તેમ માનવું નહિ. હાઈ કમિશન પોતાના અધિકારની ઉપયોગથી વિઝા અરજી સ્વીકારશે, તેમા સુધારાવધારા કરી શકશે અથવા નકારી પણ શકશે. આ બાબતે લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનનો નિર્ણય આખરી ગણાશે.

હાઈ કમિશન દ્વારા દરેક વિઝા અરજીનું વ્યક્તિગત પ્રોસેસિંગ કરવામાં આવે છે. આથી, એકસરખી જણાતી વિઝા અરજીઓ અંગે પ્રોસેસિંગ સમય અલગ અલગ હોઈ શકે છે. એક સાથે પોતાની અરજીઓ સુપરત કરનારા પરિવારો અને ગ્રૂપ્સના સભ્યોને થોડા દિવસોના અંતરે વિઝા મળે તે સામાન્ય બાબત છે. ચોક્કસ પ્રકારના વિઝા અંગે ઝીણવટભરી તપાસ કરાતી હોવાથી તેના પ્રોસેસિંગમાં વધુ સમય જાય છે. હાઈ કમિશન તેને મળેલી કોઈ પણ અરજીને ઊંડાણથી તપાસ કરવા માટે અટકાવી રાખવાનો અબાધિત અધિકાર ધરાવે છે. પાકિસ્તાની મૂળના વ્યક્તિઓ પાસેથી પ્રાપ્ત અરજીઓનો પ્રોસેસિંગ સમય ૭-૮ સપ્તાહ અથવા તેથી વધુ લાગી શકે છે. પાકિસ્તાની નાગરિક/બેવડી નાગરિકતા ધરાવનારની અરજીઓ માટે પ્રોસેસિંગ સમય નોંધપાત્રપણે લાંબો રહે છે. બેવડી નાગરિકતા ધરાવતા પાકિસ્તાની મૂળના તમામ અરજદારોએ તેમના પાકિસ્તાની પાસપોર્ટ પર જ ભારતીય વિઝા માટે અરજી કરવાની રહે છે. જે લોકોએ પોતાનું પાકિસ્તાની નાગરિકત્વ ત્યાગી દીધું છે અથવા તેમનો પાકિસ્તાની પાસપોર્ટ રદ કરાવ્યો છે, તેમણે આ સંબંધે દસ્તાવેજી પુરાવા રજૂ કરવાના રહેશે.

મેન્યુએલ સહી ઉમેરવાની અને વિઝા સ્ટિકર્સ પર સ્ટેમ્પ લગાવવાની પદ્ધતિ હવે ચલાવાતી નથી. હવે વિઝા સ્ટિકર્સ ‘ઘોસ્ટ’ ઈમેજિંગ સહિતના અન્ય સિક્યુરિટી લક્ષણો ધરાવે છે. અરજદારને અપાતા સમયગાળા અને એન્ટ્રીની સંખ્યા માત્ર એમ્બેસી/કોન્સ્યુલેટ્સની મુનસફી પર જ આધારિત છે. આ સંબંધે કોઈ દાવા કે પત્રવ્યવહાર ચલાવાશે નહિ. વિઝા ઈસ્યુની તારીખથી જ માન્ય ગણાશે, પ્રવાસની તારીખથી નહિ.

અરજદારોએ ભારતીય વિઝા મેળવતા અગાઉ જ કોઈ પ્રકારની પ્રવાસ વ્યવસ્થા નહિ કરવી નહિ તેવી ભારપૂર્વકની સલાહ છે. તમારા પ્રવાસની સૂચિત તારીખ સમય અનુસાર અરજી પર કાર્યવાહીઓ પૂર્ણ થઈ ન હોય તો કોઈ પણ સંજોગોમાં ભારતીય હાઈ કમિશનને જવાબદાર ઠરાવી શકાશે નહિ.

ડિપ્લોમેટિક/ઓફિસિયલ/યુએન પાસપોર્ટધારકો માટે વિઝાઅરજી રજૂ કરવાની પ્રક્રિયા

ડિપ્લોમેટિક/ઓફિસિયલ/યુએન પાસપોર્ટધારકોની વિઝાઅરજીઓ હાઈ કમિશન ઓફ ઈન્ડિયા, લંડનની વિઝા વિંગ ખાતે તમામ કામકાજના દિવસોએ ૧૦.૦૦ થી ૧૨.૩૦ કલાક દરમિયાન આગોતરી એપોઈન્ટમેન્ટ વિના જ સીધી સ્વીકારવામાં આવશે. અરજદાર દ્વારા નિયુક્ત પ્રતિનિધિ દ્વારા પણ અરજીઓ ડિપોઝીટ કરી શકાશે.

આવશ્યક દસ્તાવેજોઃ

સત્તાવાર રાજદ્વારી નોંધ (Official Note Verbale)

www.indianvisaonline.gov.in પરથી બરાબર ભરાયેલા અને સહી કરાયેલા ઓનલાઈન વિઝા અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ

બે ફોટોગ્રાફ્સ (50mm x 50mm- બે ચોરસ ઈંચ) સાઈઝમાં

અરજદારનો આગામી ઓછામાં ઓછાં ૧૮૦ દિવસ માટે માન્ય અને બે ખાલી પાના સાથેનો પાસપોર્ટ

ઈમર્જન્સી વિઝા અરજી રજૂ કરવા માટેની પ્રક્રિયા

પરિવારના નજીકના સભ્ય (લોહીની સગાઈ-સંબંધના પુરાવા સાથે)ના મૃત્યુ અથવા ગંભીર માંદગી જેવી તાકીદની પરિસ્થિતિમાં ઈમર્જન્સી વિઝા જારી કરવામાં આવે છે. અરજીની સાથે ભારતમાંથી ડેથ સર્ટિફિકેટ/ હોસ્પિટલ સર્ટિફ્કેટ જેવા આધારરુપ દસ્તાવેજી પુરાવા યોગ્ય સહી અને સિક્કા સાથે રજૂ કરવા પડે છે. ઈમર્જન્સી વિઝા માટે અરજીઓ ઓનલાઈન (www.indianvisaonline.gov.in) પણ ભરી શકાય છે. હાઈ કમિશન સમક્ષ ઓનલાઈન વિઝા એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ, ઓછામાં ઓછાં બે ખાલી પાના ધરાવતા અને ઓછામાં ઓછાં ૧૮૦ દિવસ માટે માન્ય પાસપોર્ટ, બે ફોટોગ્રાફ્સ (50mm x 50mm) રજૂ કરી ૧૦૭ પાઉન્ડ (£૮૦ ટુરિસ્ટ વિઝા ફી + £૨ કોન્સ્યુલર ચાર્જ + £૨૫) રોકડમાં ઈમર્જન્સી ટુરિસ્ટ વિઝા ફી તરીકે ચુકવવાના રહેશે. આ પ્રકારના વિઝા માટે રોકડ સિવાય ચુકવણીની અન્ય કોઈ પદ્ધતિ સ્વીકૃત નહિ હોવાની તમામે નોંધ લેવી આવશ્યક છે.

સગીર (૧૬ વર્ષથી ઓછી વય)ના કિસ્સામાં વિઝાઅરજી આ મુજબના મૂળ દસ્તાવેજો અને તેમની સ્વપ્રમાણિત નકલો સાથે રજૂ કરવાની રહેશેઃ મેરેજ સર્ટિફિકેટ, જન્મનું પ્રમાણપત્ર (સંપૂર્ણ વિગતો સાથે), બન્ને પેરન્ટ્સ દ્વારા યોગ્યપણે સહી કરાયેલો સંમતિપત્ર અને તેમના વર્તમાન પાસપોર્ટ્સની સ્વપ્રમાણિત નકલો. અરજીપત્ર પર કોઈ પણ એક પેરન્ટ અથવા બન્ને દ્વારા સહી કરી શકાશે. જેના પેરન્ટ્સ કાનૂની રાહે અલગ થયા હોય તેવા બાળકોના સંદર્ભે કોર્ટ દ્વારા કસ્ટડી ઓર્ડર આવશ્યક ગણાશે.

ઈમર્જન્સી વિઝાની અરજી (ભારતમાંથી ડેથ સર્ટિફિકેટ/ હોસ્પિટલ/ ડોક્ટર’સ સર્ટિફિકેટ જેવા આધારરુપ દસ્તાવેજો સાથે) ઓલ્વિચ, લંડનસ્થિત હાઈ કમિશન ઓફ ઈન્ડિયાની ઓફિસે કામકાજના કોઈ પણ દિવસે સવારના ૧૦.૦૦થી સાંજના ૧૭.૩૦ કલાક દરમિયાન તેમજ શનિવાર, રવિવાર અને રજાના દિવસે સવારના ૧૦.૦૦થી સાંજના ૧૭.૦૦ કલાક દરમિયાન રુબરુમાં રજૂ કરવાની રહેશે.

ટુરિસ્ટ વિઝાને લાગુ પડતી તમામ જોગવાઈ/ શરતો સર્વિસ પ્રોવાઈડરની http://in.vfsglobal.co.uk/Tourist.html

વેબસાઈટમાં દર્શાવ્યા અનુસારની રહેશે. આ સંબંધે હાઈ કમિશનનો નિર્ણય આખરી ગણાશે.

વિવિધ વિઝા પ્રકારને સંબંધિત પ્રશ્નો અને હકીકતો

વિઝાની વિવિધ કેટેગરીઝ, લાયકાતના માપદંડો તેમજ વિઝા અરજી રજૂ કરવાની પ્રક્રિયા સહિતના સંબંધિત પ્રશ્નો અને હકીકતોની જાણકારી સર્વિસ પ્રોવાઈડરની વેબસાઈટ http://in.vfsglobal.co.uk/ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત, વિઝાની વિવિધ કેટેગરીઝ અને તેમને લાગુ પડતા ચોક્કસ રુલ્સ એન્ડ રેગ્યુલેશન્સની વિસ્તૃત સમજ માટે http://mha1.nic.in/foreigDiv/FAQs.html ની લિન્કનો પણ ઉપયોગ કરી શકો છો.

ઈ-ટુરિસ્ટ વિઝા (e-TV) સંબંધિત માહિતી મેળવવા https://indianvisaonline.gov.in/visa/tvoa.html ની મુલાકાત લેવા વિનંતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter