લંડનઃ યુકેના પરિવારો જીવનનિર્વાહની કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમની બચતો 9 વર્ષમાં સૌથી વધુ ઝડપે ઘટી રહી છે. આશરે 40 ટકા પરિવારોએ લોકડાઉનના ગાળામાં પોતાની બચતો ઉભી કરી હતી પરંતુ, 60 ટકા પરિવારો આમ કરી શક્યા ન હતા.
સ્કોટિશ વિડોઝ હાઉસહોલ્ડ ફાઈનાન્સ ઈન્ડેક્ષ અનુસાર 2013 પછી જીવનનિભાવ માટેના ખર્ચમાં ઘટાડો થયા પછી રોકડ રકમોને વિવેકબુદ્ધિ મુજબ ખર્ચવા માચે રહેવા દેવાઈ હતી. આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લોકોના નાણાકીય કલ્યાણના ખ્યાલનું માપ 38.5 ટકા સુધી ઘટી ગયું હતું જે બે વર્ષ અગાઉ મહામારીના આરંભ પછી સૌથી નીચું છે. અગાઉના ત્રિમાસિક ગાળામાં 50નો આંક હતો જે કોઈ ફેરફાર ન થયાનું સૂચવે છે. એનર્જી અને ફ્યૂલના ઊંચા ખર્ચ, અનાજ-ખોરાકની વધેલી કિંમતો અને ટેક્સમાં વધારાથી ખર્ચા બાબતે ચિંતા સર્જાઈ છે. જોકે, સર્વેમાં એમ પણ જણાયું હતું કે લોકોને નોકરીની સલામતી અને રોજગારીમાંથી વધતી આવકો બાબતે વિશ્વાસ વધ્યો છે.
જે પરિવારોએ લોકડાઉનમાં બચતો જમા કરી હતી તેમાંથી 73 ટકાને આગામી 12 મહિનામાં તેમાં ઘટાડો થવાની ધારણા હતી જ્યારે 17 ટકાને બચતો સંપૂર્ણ ખર્ચાઈ જવાની ધારણા હતી. સૌથી વધુ કમાનારા પરિવારો જ બચતોમાં ઉમેરો કરી શક્યા હતા. Ipsos Mori દ્વારા જીવનનિર્વાહ સમસ્યાનો સાચો સામનો કરવાનો થયો તે પહેલા જાન્યુઆરી 27થી માર્ચ 8ના ગાળામાં 4,500 બ્રિટિશ પુખ્તોનો અભ્યાસ કરાયો હતો.

