યુકેના પાર્લામેન્ટ કોમ્પ્લેક્સમાં ભારતના 76મા આઝાદી પર્વની પ્રથમ ઉજવણી કરાઇ

ભારત-યુકે સંબંધો મજબૂત બનાવવા બ્રિટિશ અને ભારતીય અગ્રણીઓનું આહવાન

Tuesday 18th July 2023 11:10 EDT
 
 

લંડનઃ ઇન્ડિયા ઓલ પાર્ટી પાર્લામેન્ટ ગ્રુપના સહકારમાં યુકેના પાર્લામેન્ટ કોમ્પ્લેક્સ ખાતે ભારતની આઝાદીના 76મા વર્ષની શાનદાર ઉજવણી કરાઇ હતી. બ્રિટિશ ઇન્ડિયન થિન્ક ટેન્ક 1928 ઇન્સ્ટિટ્યુટ દ્વારા ઇન્ડિયા એન્ડ ઇન્ડો-પેસિફિક પર વિશેષ ગોળમેજી પરિષદનું આયોજન કરાયું હતું જેમાં ભારત, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને નેપાળના હાઇકમિશ્નર હાજર રહ્યાં હતાં. આ પ્રસંગેવિપક્ષના નેતા કેર સ્ટાર્મર દ્વારા સંબોધન કરાયું હતું. સ્ટાર્મરે જણાવ્યું હતું કે, મને લાગે છે કે યુકેની સંસદમાં પહેલીવાર આ પ્રકારનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. એટલી સરકારના નેતૃત્વમાં ભારત આઝાદ થયો હતો. મારા નેતૃતવમાં પણ લેબર પાર્ટી આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોનું નિર્માણ જારી રાખશે અને વૈશ્વિક મંચ પર ભારત સાથે મળીને કામ કરશે.

ઇન્ડિયા (ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ) એપીપીજીના પ્રમુખ બેરોનેસ સેન્ડી વર્માએ આ પ્રસંગની ઉજવણીનું મહત્વ સમજાવતાં ભારતની આઝાદીથી અત્યાર સુધીના દ્વિપક્ષય સંબંધોની સિદ્ધીઓ વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત કેન્દ્રિત ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ પર એપીપીજી મહત્વની છે. લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, એપ્રિલમાં ભારત સરકારના આમંત્રણથી પહેલીવાર યુકેનું સૌપ્રથમ સંસદીય પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે ગયુ હતું. આપણે દર વર્ષે ભારતની મુલાકાત લેવી જોઇએ.

યુકે ખાતેના ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ યુકે-ઇન્ડિયા પાર્ટનરશિપના કારણે મળી રહેલી અસામાન્ય તકોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચેની ભાગીદારીની જરૂરીયાત પર આપણે વિચારણા કરવી જોઇએ. આપણે ઘણીવાર ભૂલો કરતાં રહ્યાં છીએ. આપણે ભૂતકાળ પર નજર રાખીને પણ આગળ વધવાનો પ્રયાસ કરવો જોઇએ. યુકેમાં ભારતીયો નમૂનારૂપ સમુદાય છે અને તેઓ બંને દેશ વચ્ચેના સંબંધો મજબૂત બનાવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter