લંડનઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાયેલા કમલા હેરિસ વિશે કરેલું ટ્વિટ પાછું ખેંચી લેવા અને માફી માગવા લોર્ડ કિલક્લુનીને અનુરોધ કરાયો હતો. અલ્સ્ટર યુનિયનિસ્ટ પાર્ટીના ભૂતપૂર્વ ડેપ્યૂટી લીડર અને હાઉસ ઓફ લોર્ડ્સના ૮૨ વર્ષીય મેમ્બર લોર્ડ કિલક્લુનીએ ટ્વિટમાં કમલા હેરિસને ‘ભારતીય’ જણાવ્યા હતા. તેમણે ટ્વિટમાં જણાવ્યું હતું કે બાઈડન જતા રહે અને એક ભારતીય પ્રેસિડેન્ટ બને તો શું થશે ? પછી કોણ વાઈસ પ્રેસિડેન્ટ બનશે ?
તેમની પાસેથી માફી માગનારા લોકોમાં હાઉસ ઓફ લોર્ડ્સના સ્પીકર નોર્મન ફાઉલર પણ હતા. કમલા હેરિસ આ હોદ્દે ચૂંટાયેલા પ્રથમ અશ્વેત અને એશિયન-અમેરિકન વ્યક્તિ છે.
ફાઉલરે જણાવ્યું હતું કે લોર્ડ કિલક્લુનીએ ટ્વિટ પાછી ખેંચીને માફી માગવી જોઈએ. આ રીતે ઉલ્લેખ કરવાથી કોઈને ખોટું લાગે તેવું બને. આ ટિપ્પણી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેને બ્રિટિશ રાજકારણમાં કોઈ સ્થાન નથી.