યુકેના ફાઇનાન્સિયલ સેક્ટરમાં મોટાપાયે સુધારાની જાહેરાત

Wednesday 14th December 2022 05:32 EST
 
 

લંડન

ચાન્સેલર જેરેમી હન્ટે યુકેના ફાઇનાન્સિયલ સેક્ટરમાં સુધારાની યોજનાઓની જાહેરાત કરી છે. યુકેના ફાઇનાન્સિયલ સેક્ટરમાં છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમય બાદ મોટાપાયે સુધારા કરવામાં આવી રહ્યાં છે. આઅંતર્ગત એડિનબરો રિફોર્મ્સ તરીકે ઓળખાતા 30 કરતાં વધુ રેગ્યુલેટરી સુધારા કરાશે જે ઇયુ રેગ્યુલેશનનું સ્થાન લેશે અને બ્રેક્ઝિટ બાદ પહેલીવાર લાલફિતાશાહીને દૂર કરશે. ચાન્સેલરે જણાવ્યું હતું કે, આ નવા પગલાંને કારણે સમગ્ર દેશના શહેરો અને નગરોમાં આર્થિક વિકાસની ગાડી પૂરપાટ દોડવા લાગશે.

તેમણે જણાવ્યું હતું કે, 2008ની આર્થિક કટોકટી બાદ લાગુ કરાયેલા નિયમોના કારણે યુકેની બેન્કો પડી ભાંગવાના આરે પહોંચી હતી. આ નિયમોની પણ સમીક્ષા કરાશે. જોકે ટીકાકારો આ નિયમોમાં છૂટછાટ આપવા સામે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter