યુકેના બાળકો અશ્લીલ તસવીરો ઓનલાઈન શેર થતી અટકાવી શકશે

Wednesday 30th June 2021 06:43 EDT
 

લંડનઃ હવે યુકેના બાળકો અશ્લીલ ફોટા અને વીડિયોને ઓનલાઈન અપલોડ થતાં અટકાવી શકશે. ચાઈલ્ડલાઈનની વેબસાઈટ પર ફોટા અને વીડિયો ઓનલાઈન થાય તે પહેલા જ એક ટુલ મારફતે તેઓ આવી કન્ટેન્ટને ઈન્ટરનેટ વોચ ફાઉન્ડેશન (IWF) સાથે ફ્લેગ કરી શકશે.    
૧૮ વર્ષથી નીચેની વયના 'રિપોર્ટ રિમૂવ' ટૂલ મારફતે કન્ટેન્ટને ફ્લેગ કરી શકશે. IWFના જણાવ્યા મુજબ આ દુનિયાનું પહેલું ટૂલ છે. તે પછી ઈન્ટરનેટ ચેરિટી સેફ્ટીના એનાલિસ્ટ કન્ટેન્ટનો રિવ્યૂ કરશે અને hash તરીકે જાણીતી યુનિક ડિજીટલ ફિંગર પ્રિન્ટ તૈયાર કરશે. તે ફિંગરપ્રિન્ટ આ કન્ટેન્ટને અપલોડ અને શેર થતી અટકાવવામાં મદદરૂપ થવા માટે તે ટેક કંપની સાથે શેર કરવામાં આવશે.    
અગાઉથી ઓનલાઈન દેખાતા ફોટો કે વીડિયો અંગે URL શેર કરીને રિપોર્ટ કરવામાં આ ટૂલનો ઉપયોગ કરી શકાશે. એનાલિસ્ટ તે મટિરિયલનું વિશ્લેષણ કરશે અને તે કાયદાનો ભંગ કરતું હશે તો તેને દૂર કરાશે. તેમણે તેમની ઉંમરનું વેરિફિકેશન કરાવવું પડશે. જોકે તેમણે ચાઈલ્ડલાઈન અથવા IWF સાથે તેમનું સાચું નામ શેર કરવાની જરૂર નથી.રિપોર્ટ કરાવનારને એક વર્કિંગ દિવસમાં ફીડબેંક મળી જશે.  
IWFના ચીફ સુસી હેરગ્રીવ્સે જણાવ્યું કે આ ટૂલને લીધે બાળકોને ફરી કન્ટ્રોલ અપાવવામાં મદદ મળશે.આ ટૂલ દુનિયાનું પ્રથમ ટૂલ છે. તે તેમને તે ફોટા પાછી મેળવવામાં શક્તિ અને વિશ્વાસ આપશે અનેતે ફોટા ઓનલાઈન કોઈ ખોટી વ્યક્તિના હાથમાં ન જાય તેની તકેદારી રાખશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter