યુકેના મંત્રી લોર્ડ એહમદ વાઇબ્રન્ટ ગુજરાતમાં હાજરી આપવા પહોંચ્યા

યુકેની આબરટે યુનિવર્સિટી અને ભારતની ઇકોલ ઇન્ટ્યુટ લેબ વચ્ચે એમઓયુ થશે

Tuesday 09th January 2024 11:01 EST
 
 

લંડનઃ યુકેના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર મિડલ ઇસ્ટ, સાઉથ એશિયા અને યુએન લોર્ડ તારિક એહમદ યુકે દ્વારા અપાયેલી આર્થિક સહાય અંતર્ગતના બે નવા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવવા ભારત પહોંચ્યા હતા. 3 દિવસની આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાતના અમદાવાદ અને તામિલનાડુના ચેન્નઇની મુલાકાત લીધી હતી. તારિક એહમદે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પણ હાજરી આપશે.

મુલાકાતનો પ્રારંભ કરતાં લોર્ડ એહમદે જણાવ્યું હતું કે, ગુજરાત અને તામિલનાડુ ઇમર્જિંગ ટેકનોલોજીના વિકાસમાં નેતૃત્વ કરી રહ્યાં છે. આ રાજ્યોમાં બ્રિટિશ કંપનીઓની કામગીરીથી હું ખુશ છું. મારી મુલાકાત દરમિયાન હું જોઇન્ટ ઇનોવેશન પ્રોજેક્ટોને પ્રમોટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગુ છું. ભારત અને યુકે વચ્ચેની વેપાર ભાગીદારીના કારણે આ શક્ય બની રહ્યું છે.

વાઇબ્રન્ટ ગુજરાત ખાતે લોર્ડ એહમદ ભારત અને યુકે વચ્ચેના વેપાર અને સાંસ્કૃતિક સંબંધો પર ચર્ચા કરશે. તે ઉપરાંત યુકેની આબરટે યુનિવર્સિટી અને ભારતની ઇકોલ ઇન્ટ્યુટ લેબ વચ્ચેના એમઓયુ પર પણ હસ્તાક્ષર કરશે. આ કરાર દ્વારા બંને સંસ્થાઓ શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન પર કામ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter