યુકેના વધુ એક એરપોર્ટ પર ડ્રોપ ઓફ ફી વધારીને 8 પાઉન્ડ કરાતા રોષ

Tuesday 09th June 2026 10:28 EDT
 

લંડનઃ યુકેના વધુ એક એરપોર્ટ દ્વારા ડ્રોપ-ઓફ ફીમાં વધારો કરાતાં મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તાજેતરના મહિનાઓમાં યુકેના ઘણા મુખ્ય એરપોર્ટો દ્વારા ડ્રોપ-ઓફ ફીમાં વધારો કરાયા બાદ હવે નોર્વિચ એરપોર્ટે પણ આ જ માર્ગ અપનાવ્યો છે. નોર્વિચ એરપોર્ટ ખાતેથી યુકે અને યુરોપના સંખ્યાબંધ સ્થળ માટે ફ્લાઇટ ઓપરેટ થાય છે અને દર સપ્તાહે હજારો મુસાફર અવરજવર કરે છે. 1 જૂનથી 30 મિનિટના રોકાણ માટે ડ્રોપ ઓફ ફી 6 પાઉન્ડથી વધારીને 20 મિનિટ માટે 8 પાઉન્ડ કરી દેવાઇ છે. ડ્રોપ ઓફ ફીમાં કરાયેલા વધારાને મુસાફરો અને ડ્રાઇવરો આઘાતજનક અને અવાસ્તવિક ગણાવી રહ્યા છે. ટેક્સી ઓપરેટરો હવે ગ્રાહકોને અગાઉથી જ ચેતવણી આપી રહ્યાં છે કે આ વધારાનો ચાર્જ તેમના કેબ બિલમાં ઉમેરવામાં આવશે. બીજી તરફ નોર્વિચ એરપોર્ટના પ્રવક્તાએ આ ભાવવધારા પાછળ વધતા જતા વ્યાપારિક ખર્ચ અને ઇંધણના મોંઘા ભાવને જવાબદાર ગણાવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter