યુકેના વધુ ત્રણ એનર્જી પ્રોવાઈડર્સ ડૂબ્યા

Wednesday 06th October 2021 05:20 EDT
 

લંડનઃ યુકેમાં આ શિયાળો ભારે મુશ્કેલી સર્જનારો બની રહેશે કારણકે ગેસની કિંમતોમાં ભારે ઉછાળાથી વધુ ત્રણ એનર્જી પ્રોવાઈડર્સને કામકાજ બંધ કરવાની ફરજ પડી છે. સિટિઝન્સ એડવાઈસના જણાવ્યા મુજબ નવા સપ્લાયર પાસે મોકલાયેલા કસ્ટમર્સને માસિક વધારાના ૩૦ પાઉન્ડ ચૂકવવાના થશે.

ગેસની વધતી કિંમતોના કારણે આ વર્ષે ૧૨ એનર્જી કંપનીઓએ કામકાજ બંધ કરવાની ફરજ પડી છે. આના પરિણામે રેગ્યુલેટર ઓફજેમે ૨ મિલિયન કસ્ટમર્સને બાકી રહેલા સપ્લાયર્સમાં વહોંચવા પડ્યા છે. વધુ ત્રણ સપ્લાયર્સ- ઈગ્લુ એનર્જી (૧૭૯,૦૦૦ ગ્રાહકો), સીમ્બાયો એનર્જી (૪૮,૦૦૦ ગ્રાહકો) અને એન્સ્ટ્રોગા (૬,૦૦૦ ગ્રાહકો) બંધ થવાથી રેગ્યુલેટરે ૨૩૩,૦૦૦ કસ્ટમર્સ એકાઉન્ટ્સ ખસેડવા પડશે જેના પરિણામે ગ્રાહકોના એનર્જી બિલ્સમાં વધારો થવાની શક્યતા રહેશે.

રેગ્યુલેટરે જણાવ્યું છે કે ગ્રાહકોએ તેમના ઘર સુધી એનર્જીના સપ્લાયમાં કોઈ અવરોધ સહન કરવો નહિ પડે તેમજ બંધ થયેલી કંપનીઓના એકાઉન્ટ્સમાં જમા રકમો હશે તેમને નાણા ગુમાવવા નહિ પડે. જોકે, રેગ્યુલેટરે લગભગ ક્વાર્ટર મિલિયન ગ્રાહકો માટે ‘સપ્લાયર ઓફ લાસ્ટ રિસોર્ટ’ સ્કીમ હેઠળ નવો પ્રોવાઈડર શોધવાનો આવશે. અગાઉ, શેલ એનર્જીએ બંધ પડેલા તેના નાના હરીફ ગ્રીન એનર્જીના ૨૫૫,૦૦૦ ગ્રાહકો જ્યારે, ઓક્ટોપસ એનર્જીએ નબંધ એવરો એનર્જીના ૫૮૦,૦૦૦ ગ્રાહકોને સમાવી લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter