લંડનઃ કોઈ પતિ પોતાની પત્નીને મિલિયન્સ પાઉન્ડનો જેકપોટ જીત્યાની ખુશીમાં કેવી રીતે સહભાગી બનાવી શકે તેવી મૂંઝવણ સ્વાભાવિક છે. ગ્લોસ્ટરશાયરના 49 વર્ષીય જો થવેઇટને પણ 184 મિલિયન પાઉન્ડના યુરોમિલિયન જેકપોટ જીત્યા પછી આવી જ મૂંઝવણ થઈ હતી. હેરડ્રેસિંગ સલૂન ચલાવતાં 46 વર્ષીય જેસ થવેઇટ અને કમ્યુનિકેશન સેલ્સ એન્જિનિયર જો થવેઇટ યુકેના અત્યાર સુધીના સૌથી મોટા લોટરીવિજેતા બન્યાં છે. લોટરી જીત્યા પછી થવેઈટ દંપતીએ તેની જાહેરાત પણ કરી હતી.
મિસ્ટર થવેઇટ લોટરી જીત્યાની ક્ષણો દરમિયાનના અનુભવો શેર કરતા કહે છે કે જ્યાં સુધી તેને જીત વિશે ખાતરી ન થઈ જાય ત્યાં સુધી તે વારંવાર પોતાનો ફોન જોવાની સાથે પત્ની ઊંઘમાંથી ઉઠે તેની રાહ જોતા રહ્યા જેથી તેને લોટરી જીત્યા વિશે કહી શકે. મિસ્ટર થવેઇટ પત્ની જેસને તેઓ સામાન્ય રીતે મોટી રકમની ટિકિટ ખરીદે છે, અત્યાર સુધીમાં લોટરીમાં શું જીત્યા અને ક્યા જીત્યા તેની સાથે નેશનલ લોટરી એપ્લિકેશન વિશે પણ માહિતી આપે છે. જેસ થવેઈટ કહે છે કે લોટરી જીતવાથી પહેલા જે પરવડી શકે તેમ ન હતું તેના વિશે સ્વપ્ન જોવાની તક મળી છે.
આ લોટરી જીતવાથી તેઓ સર ટોમ જોન્સ કે હેરી કેન કરતાં પણ વધુ ધનાઢ્ય બન્યા છે તેમજ બ્રિટનના સૌથી ધનાઢ્ય લોકોમાં ટોચના 1,000માં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તેમની લોટરીના વિજેતા આંકડાઓ 3, 25, 27, 28 અને 29 હતી - ઉપરાંત લકી સ્ટાર નંબર 4 અને 9 હતા. મિડલેન્ડ્સના દંપતી જો અને જેસ થવેઇટને યુરોમિલિયન્સ જેકપોટ જીત્યા બાદ 184 મિલિયન પાઉન્ડનો જંગી રકમનો ચેક આપવામાં આવ્યો હતો.
જેસ થવેઇટ અને જો થવેઇટના લગ્નને 11 વર્ષ થયા છે. આ જોડીને પ્રાથમિક શાળાની વયના બે બાળકો છે, મિસ્ટર થવેઇટને બે બાળકો છે જે અગાઉના લગ્નથી યુનિવર્સિટીમાં છે.
લોટરી જીત્યા પછી થવેઈટ દંપતીએ તેની જાહેરાત પણ કરી હતી અને ને્શનલ લોટરીના બોસે આ મુદ્દે તેમનો બચાવ પણ કર્યો છે. લોટરી ફર્મના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જાહેરમાં જવાથી વિજેતાને ‘માનસિક શાંતિ’ મળી શકે છે. તેઓએ સૂચવ્યું હતું કે જ્યારે વિજેતાઓ પોતે કોણ છે તે જાહેર કરે છે, ત્યારે તેઓ કેટલીક વાર તેમની જીતનો આનંદ માણવા માટે વધુ સારી રીતે સક્ષમ હોય છે કારણ કે હવે તેમને તેમના પ્રિયજનોથી ‘આટલું મોટું રહસ્ય’ રાખવાની જરૂર નથી.


