લંડનઃ છેલ્લા એક વર્ષમાં યુકેમાં કાર્યકુશળ કામદાર અને સ્ટુડન્ટ કેટેગરીમાં વિઝા મેળવવામાં ભારતીયો મોખરે રહ્યા હોવાનું તાજા ડેટામાં જણાવાયું છે. ધ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા લંડનમાં જારી કરવામાં આવેલા આંકડાઓમાં ત્રીજા ભાગના વિઝા ભારતીયોને ફાળે ગયા હોવાનું જણાવાયું હતું.
યુકેની હોમ ઓફિસ દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટા અનુસાર માર્ચ 2023માં પુરા થતાં વર્ષમાં કુલ 92,951 ગ્રેજ્યુએટ રૂટ એક્સટેન્શન્સ આપવામાં આવ્યા હતા. આ કેટેગરીમાં લાભ મેળવવામાં ભારતીય વિદ્યાર્થીઓનું જૂથ સૌથી મોટું જણાયું છે. આ લાભ મેળવનારા વિદ્યાર્થીઓમાં ભારતીય એજ રીતે સ્કીલ્ડ વર્કર કેટેગરીમાં 2021-22માં 13,390 વિસાની સામે 2022-23માં 21,837 જણાને વિઝા અપાયા હતા જે 63 ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે હેલ્થકેર વિઝા કેટેગરીમાં વિઝા મળતાં તેમાં 105 ટકાનો વધારો જણાયો છે. માર્ચ 2023માં પુરાં થતાં વર્ષમાં ભારતીયોને 1,38,532 સ્પોન્સર્ડ સ્ટડી વિઝા ગ્રાન્ટ્સ આપવામાં આવી હતી જે 63 ટકાનો વધારો સૂચવે છે. આગલા વર્ષે આ કેટેગરીમાં 53,429 વિદ્યાર્થીઓને વિઝા મળ્યા હતા. માર્ચ 2023માં પુરા થતાં વર્ષમાં સ્પોન્સર્ડ સ્ટડી વિઝા ગ્રાન્ટ્સ કેટેગરીમાં ડિપેન્ડન્ટ તરીકે સૌથી વધારે નાઇજિરિયાના 66,796 જણાને વિઝા આપવામાં આવ્યા હતા. બીજા ક્રમે ભારતીયોના ડિપેન્ડન્ટ તરીકે 42,381 જણાને વિઝા આપવામાં આવ્યા હતા.


