યુકેની જેલોમાં ઈસ્લામિસ્ટ ગ્રૂપ્સની ખતરનાક અસરની ચેતવણી

Wednesday 04th May 2022 08:36 EDT
 
 

લંડનઃ બ્રિટનની જેલોમાં લાંબા સમયથી ઈસ્લામિસ્ટ ગેન્ગ પ્રકારની પ્રવૃત્તિઓના જોખમ તેમજ ઈસ્લામિસ્ટ ગ્રૂપ્સની અસરને ધ્યાને લેવામાં બ્રિટિશ પ્રિઝન્સ અને સત્તાવાળા નિષ્ફળ રહ્યા હોવાનું પ્રિઝન સર્વિસના સ્વતંત્ર સમીક્ષા અહેવાલમાં જણાવાયું છે.

‘ટેરરિઝમ ઈન પ્રિઝન્સ’ પર લેન્ડમાર્ક સમીક્ષામાં જણાવાયું છે કે ગત 15 વર્ષમાં કેદીઓના જૂથોએ ગેરમુસ્લિમ કેદીઓ, પ્રિઝન ઓફિસર્સ અને સામાન્ય પ્રજા તરફ હિંસાને ઉત્તેજન આપતા અથવા માફી આપતા ‘સરકારવિરોધી ઈસ્લામિસ્ટ વલણ’ને અપનાવ્યું છે. વર્ષ 2019માં લંડન બ્રિજ ખાતે કરાયેલા હુમલામાં સજામાંથી વહેલા મુક્ત કરાયેલા ઈસ્લામિસ્ટ ઉગ્રવાદીએ બે વ્યક્તિની હત્યા કર્યા પછી રિવ્યૂ જાહેર કરાયો હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે ઈસ્લામિસ્ટ ગ્રૂપની વર્તણૂકો પ્રિઝન લેન્ડસ્કેપના હિસ્સા તરીકે નિહાળી શકાય છે. ગંભીર અપરાધો માટે સજા કરાયેલા ઉગ્રવાદીઓ કેદીઓના જૂથોમાં પ્રભાવ પાડતા હોવાની ચેતવણી પણ અપાઈ છે.

રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે કે ત્રાસવાદી જોખમની વર્તણૂકને મૂળમાંથી જ કાપી નાખવી તેમજ ઈસ્લામિસ્ટ ગ્રૂપ્સ કેદીની સત્તાનું પ્રભાવશાળી કેન્દ્ર ન બને અને કેદીઓએ ચોક્કસ ત્રાસવાદતરફી ઓળખને અપનાવવાની જરૂરિયાત ન લાગે તેવી ચોકસાઈ સાથે કાર્યવાહીની જરૂર છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ચોક્કસ ગેન્ગ પ્રકારની વર્તણૂંકો પર ધ્યાન કેન્દ્રિત કરાવાથી મુસ્લિમ કેદીઓ વિરુદ્ધ ભેદભાવ થતો હોવાનું દેખાવાનો ભય સ્વાભાવિક છે. ઈસ્લામ તરફ નજર નહિ નાખવાની માનસિકતાથી જ ઈસ્લામિસ્ટ ગ્રૂપ્સના વર્તનને ધ્યાને લેવાનો ખચકાટ ઉભો થાય છે અને પ્રિઝન્સના ઈમામ પર જવાબદારીનો વધારાનો બોજ આવી પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter