યુકેની ટોચની યુનિવર્સિટીઓમાં ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડન પ્રથમ સ્થાને

ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વિતીય અને કેમ્બ્રિજ ત્રીજા સ્થાન પર

Tuesday 12th September 2023 12:11 EDT
 
 

લંડનઃ મેઇલઓનલાઇન દ્વારા યુકેની યુનિવર્સિટીઓને અપાયેલા રેન્કિંગમાં ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડનને યુકેની શ્રેષ્ઠ યુનિવર્સિટીનો ખિતાબ અપાયો છે. આ યાદીમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીને દ્વિતીય અને કેમ્બ્રિજ યુનિવર્સિટીને તૃતીય સ્થાન અપાયું છે. ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડનની આ સિદ્ધી મહત્ત્વની છે કારણ કે છેલ્લા 30 વર્ષમાં બે જ વાર એવું બન્યું છે જ્યારે ઓક્સફર્ડ અથવા તો કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રથમ સ્થાને ન રહી હોય. ઇમ્પિરિયલ કોલેજમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ, મેડિસિન અને બિઝનેસ અભ્યાસક્રમોમાં મુખ્યત્વે સાઉથ કિંગ્સ્ટન, લંડન અને આસપાસના વિસ્તારોના 21000 કરતાં વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter