યુકેની યુનિવર્સિટીઓની 20 ટકા આવક વિદેશી વિદ્યાર્થીઓની ફીમાંથી થાય છે

Tuesday 18th July 2023 11:01 EDT
 
 

લંડનઃ ગયા વર્ષે યુકેની યુનિવર્સિટીઓને થયેલી પ્રત્યેક પાંચ પાઉન્ડની આવકમાં એક પાઉન્ડની આવક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીએ ચૂકવેલી ફી પૈકી થઇ હતી. જે દર્શાવે છે કે યુકેની યુનિવર્સિટીઓ અસ્તિત્વ જાળવી રાખવા માટે વિદેશી વિદ્યાર્થીઓ પર કેટલી નિર્ભર છે. નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થાય તે પહેલાં એવો ભય સેવાઇ રહ્યો છે કે યુકેના વિદ્યાર્થીઓ તેમના વિદેશી સમકક્ષો સામે ઊણા ઉતરશે કારણ કે વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી થતી ફીની આવક યુનિવર્સિટીઓના બજેટ માટે અત્યંત આવશ્યક છે. કેટલીક યુનિવર્સિટીઓની કુલ પૈકીની 33 ટકા આવક તો વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી થાય છે. તાજેતરના વર્ષોમાં સંખ્યાબંધ યુનિવર્સિટીઓની આવકમાં વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા ચૂકવાયેલી ઊંચી ફીનો હિસ્સો મોટો રહ્યો છે. 2016-17થી 80 ટકા યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. 30 યુનિવર્સિટીમાં તો વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા આ સમયગાળામાં બમણી થઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter