યુકેની શાળાઓમાં સ્ત્રીઓ પ્રત્યે દ્વેષ અને રેસિઝમમાં ચિંતાજનક ઉછાળો

વિદ્યાર્થીઓના દુર્વ્યવહાર માટે સોશિયલ મીડિયાને જવાબદાર ગણાવતા શિક્ષકો

Tuesday 22nd April 2025 10:14 EDT
 
 

લંડનઃ યુકેની શાળાઓમાં સ્ત્રીઓ પ્રત્યે દ્વેષ અને વંશીય ભેદભાવમાં મોટો વધારો થઇ રહ્યો હોવાની ચેતવણી શિક્ષકોએ આપી છે. સોશિયલ મીડિયા અને ઓનલાઇન ગેમિંગના રવાડે ચઢેલા વિદ્યાર્થીઓ ડોનાલ્ડ ટ્રમ્પ અને એન્ડ્રુ ટેટ જેવા લોકોના વર્તનની નકલ કરી રહ્યાં છે.

એક સરવે અનુસાર મોટાભાગના શિક્ષકો વિદ્યાર્થીઓના દુર્વ્યવહાર માટે સોશિયલ મીડિયાને જવાબદાર ગણાવી રહ્યાં છે. મહિલા શિક્ષકો પ્રત્યેના દુર્વ્યવહારમાં વધારો થઇ રહ્યો છે. વાલીઓ શાળાના નિયમો સ્વીકારવાનો અથવા તો પોતાના સંતાનની વર્તણુંકની જવાબદારી લેવાનો ઇનકાર કરી રહ્યાં છે જે એક મોટી ચિંતાનો વિષય છે.

એક શિક્ષકે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ટેટ અને ટ્રમ્પ જેવા લોકોના પ્રભાવમાં આવી ગયાં છે. તેઓ પરિણામની ચિંતા વગર વર્ગમાં રેસિસ્ટ, હોમોફોબિક, ટ્રાન્સફોબિક અને સેક્સિસ્ટ ટિપ્પણીઓ કરે છે.

દર 3માંથી 2 શિક્ષકનું માનવું છે કે વિદ્યાર્થીઓના દુર્વ્યવહાર માટે સોશિયલ મીડિયા સૌથી મહત્વનું પરિબળ બની રહ્યું છે. વિદ્યાર્થીઓ એમ માને છે કે શાળામાં મોબાઇલ ફોનનો આખો દિવસ ઉપયોગ કરવો તે અમારો અધિકાર છે. તેઓ મોબાઇલ ફોન દ્વારા શિક્ષણકાર્યમાં ખલેલ પાડે છે. અન્યોને ધમકાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter