લંડનઃ મૂળ ભારતના બિહારની 22 વર્ષીય ગાયિકા અને લેખિકા સૈશા હેયસને બીબીસી રેડિયો પર યુકેના સૌથી યુવા કલાકાર બનવાનું સન્માન પ્રાપ્ત થયું છે. તેના ગીત વન વે ટિકિટને બીબીસી રેડિયો દ્વારા પ્રસારિત કરાયું હતું અને તેને બેસ્ટ મોડર્ન એશિયન મ્યુઝિક કેટેગરીમાં સામેલ કરાયું હતું. સૈશાને બીબીસી મ્યુઝિક ફ્યુઝન ટોપ 10માં પણ સ્થાન અપાયું છે. તેના દ્વારા બે આલ્બમ રેકોર્ડ કરાયાં છે તે ઉપરાંત તે ચેરિટી દ્વારા કેન્સરના દર્દીઓને મદદ પણ આપી રહી છે.
જે ઉંમરમાં બાળકોને રમકડાં અને વીડિયો ગેમ્સ વધુ પ્રિય હોય છે તે ઉંમરમાં સૈશાએ 10 વર્ષની વયે તેનું પ્રથમ ગીત લખ્યું હતું અને 19 વર્ષની વયે તેનું પ્રથમ આલ્બમ રેકોર્ડ કર્યું હતું. સૈશાનો જન્મ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. તેની માતા બિહારના અને પિતા બ્રિટિશ છે.


