લંડનઃ હિન્દી ફિલ્મોના મેગ સ્ટર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇ-મેલ મોકલનાર યુકેમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી માટે મુંબઇ પોલીસ દ્વારા લૂકઆઉટ સર્ક્યુલર જારી કરાયો છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર પોલીસે જણાવ્યું હતું કે, હરિયાણાનો આ વિદ્યાર્થી યુકેમાં મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેને ભારત ખાતે પ્રત્યર્પિત કરવાની કાયદાકીય પ્રક્રિયા ચાલુ હોવાથી બાન્દ્રા પોલીસે તેની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કરી દીધો હતો.
સલમાન ખાનને માર્ચ મહિનામાં ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના નામે માર્ચ મહિનામાં ધમકીભર્યો ઇ-મેલ સંદેશો મોકલવામાં આવ્યો હતો. ગોલ્ડી બ્રાર પર મે 2022માં પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપછે. પોલીસે આ વિદ્યાર્થીને ભારત પરત લાવવા માટે મ્યુચ્યુઅલ લિગલ આસિસ્ટન્સ ટ્રીટીનો સહારો લીધો છે.
સલમાન ખાનને ધમકીઓ અપાયા બાદ મુંબઇ પોલીસે વાય કેટેગરીની સુરક્ષા ઉપલબ્ધ કરાવી છે. માર્ચ મહિનામાં જ મુંબઇ પોલીસે રાજસ્થાન પોલીસ સાથે મળીને ધાકડ રામ નામની વ્યક્તિની ધરપકડ કરી હતી.


