લંડનઃ નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમ્ની યુનિયન યુકે દ્વારા બ્રિટિશ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ સિદ્ધીઓ હાંસલ કરનાર ભારતીય વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. 27 ફેબ્રુઆરીના રોજ લંડનમાં આયોજિત એક સમારોહમાં યુકેમાં અભ્યાસ કરી પોતાના ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી ઘડનારા ભારતીયોને એવોર્ડ એનાયત થયાં હતાં. આ પ્રસંગે લોર્ડ બિલિમોરિયા, કોમનવેલ્થના આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ લૂઇસ ફ્રાન્સશી અને બ્રિટિશ કાઉન્સિલ ઇન્ડિયાના ડિરેક્ટર એલિસન બેર્રેટ હાજર રહ્યાં હતાં. વડાપ્રધાન રિશી સુનાકે પણ એવોર્ડ વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે લેબર પાર્ટીના શેડો ફોરેન મિનિસ્ટર કેથરિન વેસ્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષણ અને સંસ્કૃતિના આદાન પ્રદાન માટે ભારત અને યુકેના યુવાઓને આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવા યુકે શ્રેષ્ઠ સ્થળ છે. એલિસન બેર્રેટે જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચે શિક્ષણ ભાગીદારી મજબૂત બનાવવી મહત્વની છે. વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, લંડનમાં આયોજિત આ સમારોહથી ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધ વધુ મજબૂત થયાં છે.
એચિવર્સ ઓનર્સના વિજેતાઓ
અસ્મા ખાન – આર્ટ્સ, કલ્ચર અને શિક્ષણ
અતુલ ખત્રી - આર્ટ્સ, કલ્ચર અને શિક્ષણ
હરીશ આર ભટ – બિઝનેસ અને ઉદ્યોગ સાહસિકતા
કોનરાડ સંગ્મા – સરકાર અને રાજકારણ
જયેશ રંજન – સરકાર અને રાજકારણ
સમૃદ્ધિ અરોરા – કાયદા ક્ષેત્ર
સોનિયા સિંહ – મીડિયા અને પત્રકારત્વ
એલ્સા મારી ડિસિલ્વા – સમાજ અને નીતિ
રઘુરામ પિલ્લારિસેટ્ટી – શિક્ષણ, વિજ્ઞાન અને સંશોધન
નીરજ ચોપરા – સ્પોર્ટ્સ
વોરવિક ઇન્ડિયા ફોરમ – બેસ્ટ સ્ટુડન્ટ સોસાયટી


