યુકેમાં અભ્યાસ માટે ભારતીયોનો ધસારો, એડમિશનમાં 6 ગણો વધારો

યુરોપિયન વિદ્યાર્થીઓની ઘટેલી સંખ્યા ભારતીયો સરભર કરી રહ્યાં છે

Tuesday 20th June 2023 12:28 EDT
 

લંડનઃ ભારતીય વિદ્યાર્થીઓનો વિદેશમાં એટલે કે યુકેમાં અભ્યાસનો ૨સ વધ્યો છે. છેલ્લાં છ વર્ષમાં ઉચ્ચ શિક્ષણમાં માટે એડમિશનમાં 6 ગણો વધારો થયો છે. નોંધનીય રીતે, મોટા ભાગના એડમિશન લેનારામાં પોસ્ટ-ગ્રેજ્યુએટ્સ છે, જ્યારે અંડર- ગ્રેજ્યુએટ્સની સંખ્યા માત્ર ચોથા ભાગની છે. સ્થિતિ એમ છે કે ભારત હવે બ્રિટનમાં શિક્ષણના મામલે ચીનને પાછળ છોડવાની નજીક પહોંચ્યું છે. બ્રિટનમાં અભ્યાસ માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારત, ચીન સિવાય ત્રીજા સ્થાને આફ્રિકન દેશ નાઈજિરિયા છે. પૉલિટેક્નિકલ યુનિવર્સિટી ઑફ ઈસ્ટ લંડન (UEL)ના વાઇસ ચાન્સેલર અમાન્દા બ્રોડરિક કહે છે કે બ્રેક્ઝિટને કારણે યુકેમાંથી અન્ય યુરોપિયન દેશોના વિદ્યાર્થીઓમાં ઘટાડો થયો હતો. સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી હતી.

આવા સમયે ભારતીય વિદ્યાર્થીઓએ બ્રિટનમાં અભ્યાસનો વિકલ્પ પસંદ કર્યો. આ કારણે યુરોપના વિદ્યાર્થીઓની ગેરહાજરી ભરપાઈ થઈ. 6 વર્ષ પહેલાં UELમાં માત્ર અમુક જ ભારતાય વિદ્યાર્થીઓ હતા. આજે 6000માંથી ત્રીજા ભાગના ભારતીયો છે. 2017થી 2023 વચ્ચે 60% ભારતીય વિદ્યાર્થી વધ્યા. ભારતીયોને બ્રિટન કેટલું ગમે છે, તેનો અંદાજ આના પરથી લગાવી શકાય છે કે, 2017 અને 2021 વચ્ચે નવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનારા ભારતીયોની સંખ્યામાં છ ગણો વધારો થયો છે. તેની પાછળનું કારણ 2019માં વિઝા નિયમોમાં ફેરફાર હતો. આ હેઠળ સ્ટુડન્ટ્સ ગ્રેજ્યુએશન પછી બે વર્ષ રહીને કામ કરી શકે છે. આ બદલાવે ભારતીય વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે.
ભારતમાંથી બ્રિટન અભ્યાસ કરવા જનારા વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા આંધ્ર અને તેલંગાણાની છે. તેનું મુખ્ય કારણ આ રાજ્યોમાં મોટી સંખ્યામાં ટેક અને એન્જિનિયરિંગ સંસ્થાઓ છે.આ સાથે તેમની સરકારો પણ પ્રોત્સાહન આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter