યુકેમાં આંતરરાષ્ટ્રીય મોડેલને વર્ક વિઝામાં છૂટછાટ

Wednesday 19th December 2018 02:46 EST
 

લંડનઃ બ્રિટનમાં ક્રિએટિવ લોકો અને ખેલાડીઓને એક વર્ષ સુધી કામ કરવાની પરવાનગી આપતી વિઝા સ્કીમ હોમ ઓફિસ દ્વારા શરૂ કરાઈ છે. નવી ગાઈડલાઈન્સ મુજબ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને દરજ્જો ધરાવતી તેમજ અગાઉથી કામકાજ બુક કરેલું હોય તેવા મોડેલ્સને ક્રિએટિવ ટેમ્પરરી વર્કર્સ માટેના ટીયર ૫ વિઝા હેઠળ બ્રિટનમાં પ્રવેશ અપાશે.

તેને પગલે આ સમરમાં સાયન્સ, હૃયુમેનિટીઝ અને આર્ટ્સના હાઈ સ્કીલ્ડ લોકો માટેના ટીયર ૧ હેઠળના વિઝામાં ફેશન ડિઝાઈનર્સ અને આર્કિટેક્ટ્સનો સમાવેશ કરાયો છે. ફેશન ડિઝાઈનર્સ પાંચ વર્ષના વિઝા માટે અરજી કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter