યુકેમાં આર્થિક સંકટમાં સપડાયેલી 47,000 કંપની બંધ થવાના આરે

Tuesday 23rd January 2024 11:18 EST
 
 

લંડનઃ 2023ના છેલ્લા ત્રિમાસિકમાં ગંભીર નાણાકીય સ્થિતિનો સામનો કરી રહેલી કંપનીઓની સંખ્યામાં 25 ટકાનો વધારો થતાં યુકેની 47000થી વધુ કંપનીઓ બંધ થવાના આરે પહોંચી છે. 2023માં સતત બીજા ત્રિમાસિકમાં આર્થિક ખેંચનો સામનો કરી રહેલી કંપનીઓમાં 25 ટકાનો વધારો થયો છે. કન્સ્ટ્રક્શન અને પ્રોપર્ટી સેક્ટરમાં 30 ટકા કંપનીઓ આર્થિક ખેંચનો સામનો કરી રહી છે. હેલ્થ અને એજ્યુકેશન સેક્ટરમાં 41 ટકા કંપની આર્થિક ભીંસમાં છે. બેગબીઝ ટ્રાયનોર ખાતેના ભાગીદાર જુલી પામર કહે છે કે આકરી આર્થિક પરિસ્થિતિઓએ યુકેની કંપનીઓ માટે વિપરિત સંજોગોનું નિર્માણ કર્યું છે.

બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદર 5.25 ટકા સુધી વધારી દેવામાં આવ્યા તેના કારણે યુકેની કંપનીઓ માટે ધીરાણ મોંઘું થઇ ગયું હતું. ઘણી કંપનીઓ સસ્તા ધીરાણથી વંચિત રહી ગઇ હતી. જેમણે આ દિવસોમાં લોન લીધી તેમના માટે તો સ્થિતિ વધુ કપરી બની. યુકેની હજારો કંપનીઓના માથે દેવાના ડુંગર સર્જાયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter