યુકેમાં આશ્રય મેળવવા માગતા સુદાનના ટીનેજરનો કાનૂની જંગમાં વિજય

Tuesday 26th January 2021 13:54 EST
 

લંડનઃ કોઈ સાથી વિનાના બાળક તરીકે યુકેમાં શરણ મેળવવા આવેલ સુદાનનો ટીનેજર કાઉન્સિલ સામેનો કાનૂની જંગ જીતી ગયો હતો. તે યુકેમાં આવ્યો ત્યારે તેની ઉંમર ૧૫ વર્ષ હતી પરંતુ, કાઉન્સિલે તેની ઉંમર ૨૦ વર્ષ હોવાનું ગેરકાયદે તારણ કાઢ્યું હતું. ડિસેમ્બરમાં બે દિવસના જ્યૂડિશિયલ રિવ્યૂ હિયરિંગમાં આ તારણને પડકારનારા વકીલોએ તેનો કેસ લીધો હતો. અપર ટ્રિબ્યુનલ ઈમિગ્રેશન એન્ડ અસાયલમ ચેમ્બરમાં બેસતા જજ ઓ’ કેલેગહામે તાજેતરમાં ઠરાવ્યું હતું કે લોકલ ઓથોરિટીનું તારણ સૈદ્ધાંતિક રીતે અયોગ્ય હતું અને તેની ઉંમરનું મૂલ્યાંકન ગેરકાયદેસર રીતે હાથ ધરાયું હતું.
તે હાલ ૧૭ વર્ષનો છે અને કાનૂની કારણોસર તેની ઓળખ આપી શકાય તેમ નથી. તે ૧૧ વર્ષનો હતો ત્યારે વેસ્ટર્ન ડર્ફરમાં આવેલા તેના ગામમાં જાંજાવીડ આરબ મિલિશિયાના હુમલા દરમિયાન તેના પેરન્ટ્સથી છૂટો પડીને ભાગી ગયો હતો. તે ત્યાંથી લીબિયા ગયો હતો જ્યાં તેણે એક ફાર્મમાં ગુલામ તરીકે કામ કરવાની ફરજ પડાઈ હતી. તે નાની હોડી મારફતે અન્ય શરણાર્થીઓની સાથે ફેબ્રુઆરી ૨૦૧૯માં યુકે આવ્યો હતો. શરૂઆતમાં તે વયસ્ક હોય તે રીતે હોમ ઓફિસ દ્વારા તેની સાથે વ્યવહાર કરાયો હતો.
કોર્ટ દસ્તાવેજોમાં AM તરીકે ઓળખાયેલા ટીનેજરને ત્રણ મહિના માટે એડલ્ટ એકોમોડેશનમાં રખાયો હતો. તે પછી વાયરલ કાઉન્સિલે ઉંમરના તારણની કાર્યવાહી હાથ ધરી ત્યારે તેને ૧૮થી વધુની વયનો અને ૨૦ વર્ષ જેવો જણાવાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter