યુકેમાં ઈલેક્ટ્રિક વાહનો માટે વર્ષમાં બીજી વખત ગ્રાન્ટમાં મૂકાયો કાપ

Wednesday 22nd December 2021 05:03 EST
 
 

લંડનઃ યુકે સરકારે વર્ષમાં બીજી વખત ઈલેક્ટ્રિક વાહનો માટેની ગ્રાન્ટમાં કાપ મૂક્યો છે. આના પરિણામે, કારઉદ્યોગમાં રોષ ફેલાયો છે અને કારટેક્ષમાં ફેરવિચારણાની હાકલ કરાઈ છે. ઈલેક્ટ્રિક કાર માટે મળનારી સબસિડી ૨૫૦૦ પાઉન્ડથી ઘટીને ૧૫૦૦ પાઉન્ડ થઈ જશે જે આ વર્ષની શરૂઆતમાં ગ્રાહકોને મળતી રકમથી અડધી છે.

સરકારની જાહેરાત અનુસાર ઘણા કાર મોડેલ્સની અપર પ્રાઈસ લિમિટ ૩૫,૦૦૦ પાઉન્ડથી ઘટીને ૩૨,૦૦૦ પાઉન્ડ થઈ છે જે માર્ચમાં ૫૦,૦૦૦ પાઉન્ડ હતી. સરકાર મોટી અને વાન્સ પરની ગ્રાન્ટ્સમાં કાપ મૂકી અનુક્રમે ૬,૦૦૦થી ઘટાડી ૫,૦૦૦ પાઉન્ડ તેમજ ૩,૦૦૦થી ઘટાડી ૨,૫૦૦ પાઉન્ડ કરશે.

ઝીરો કાર્બન ડાયોક્સાઈડ એક્ઝોસ્ટ છોડતી ઈલેક્ટ્રિક કારનો હિસ્સો યુકેમાં નવેમ્બરમાં વેચાયેલી કારના ૧૯ ટકાનો છે. ફ્યૂલ કિંમતો આસમાને જઈ રહી છે ત્યારે કાર ઉત્પાદકો બજારમાં નવા મોડેલ્સ મૂકી રહ્યા છે અને માગ વધી રહી છે. સરકાર દ્વિપાંખિયો વ્યૂહ અપનાવી રહી છે. ભારે પ્રદૂષણ ફેલાવતી કાર્સના ઉત્પાદકોને દંડ ફટકારવાની સાથોસાથ કાર ગ્રાન્ટ અને ટેક્સ મુક્તિના કેટલાક પગલાં પણ લઈ રહી છે. જોકે, ઈલેક્ટ્રિક કારની માગમાં વધારાથી ટ્રેઝરી માટે સબસિડીના વધતા ખર્ચની ચિંતા સર્જાઈ છે. નવી ઈલેક્ટ્રિક કાર ખરીદવા સક્ષમ ધનવાન વર્ગ પણ સબસિડીનો લાભ લઈ રહ્યો છે. યુકેની સરખામણીએ યુરોપના દેશો ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં ભારે સબસિડી આપી રહ્યા છે. બીજી તરફ, સરકારે એક દાયકા સુધી ફ્યૂલ ડ્યૂટી સ્થગિત રાખી પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં ૫૦ બિલિયન પાઉન્ડ જેટલી સબસિડી ફાળવેલી જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter