યુકેમાં એક વર્ષમાં 6.3 મિલિયન ક્રાઈમનો 20 વર્ષમાં મોટો વિક્રમ

Wednesday 27th July 2022 03:03 EDT
 
 

લંડનઃ યુકેમાં માર્ચ 2022 સુધીના એક વર્ષમાં હિંસક હુમલા, ફ્રોડ અને બળાત્કાર સહિત 6.3 મિલિયન ક્રાઈમ નોંધાયા છે જે ગત 20 વર્ષમાં સૌથી મોટો વિક્રમ છે. 2019-20ના નોંધાયેલા 6.1 મિલિયન ક્રાઈમમાં 4 ટકાનો વધારો જોવા મળ્યો છે. નાઈફ ક્રાઈમમાં 10 ટકાનો વધારો થયો છે પરંતુ, મહામારી અગાઉના આંકડાની સરખામણીએ તે હજુ ઓછો છે. જોકે, હોમ ઓફિસના આંકડા મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં માત્ર 5.6 ટકા એટલે કે 18માંથી એક ગુનામાં ચાર્જ કે સમન્સ અપાયા છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા પ્રકાશિત આંકડા મુજબ માર્ચ સુધીના 12 મહિનામાં નાઈફ ક્રાઈમ, ચોરી અને ઘરેલુ શોષણના ગુનાઓ પણ વધ્યા છે. 2021/22 માં પોલીસમાં નોંધાયેલા ફ્રોડ અને કોમ્પ્યુટરના દુરુપયોગના ગુના 17 ટકા વધીને 965,162 થયા છે જે, 2020/21 માં 828,364 હતા. નાઈફ ક્રાઈમ પણ 10 ટકા વધીને 49,027 થયા છે. જોકે, મહામારીના વર્ષ 2019/20 માં આ ગુનાનું પ્રમાણ 55,078 હતું.

વર્ષ 2002/03 માં રેકોર્ડ રાખવાની શરૂઆત થઈ તે પછી 2021/22 માં પોલીસમાં નોંધાયેલા ગુનાનું પ્રમાણ સૌથી વધુ છે. આ ગુનાઓમાં બળાત્કાર (70,330), તમામ જાતીય ગુના (194,683), પીછો કરવા અને કનડગત (722,574) તેમજ કોઈ વ્યક્તિ વિરુદ્ધ હિંસાના તમામ ગુના (2.1 મિલિયન), ઘરેલુ શોષણ (909,504), ચોરી (1.5 મિલિયન)નો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter