યુકેમાં ક્રિમિનલ નેટવર્ક સંચાલિત મિનિ-માર્ટ્સમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ

Wednesday 29th April 2026 07:20 EDT
 

લંડનઃ યુકેના હાઈ સ્ટ્રીટ્સ પર રહેલા મિનિ-માર્ટ્સ પાછળ કાર્યરત ક્રિમિનલ નેટવર્કના કારણે માઈગ્રન્ટ્સ ગેરકાયદે કામ કરી શકે છે તેમ બીબીસીના ઈન્વેસ્ટિગેશન્સમાં બહાર આવ્યું છે. આ તપાસમાં ડંડીથી સાઉથ ડેવોન સુધી કામ કરતા 100થી વધુ મિનિ-માર્ટ્સ, બાબર શોપ્સ અને કાર વોશ સહિતના ધંધાઓમાં કુર્દિશ ક્રાઈમ નેટવર્ક માઈગ્રન્ટ્સને ગેરકાયદે કામોમાં સાંકળતી હોવાનું બહાર આવ્યું છે. હોમ ઓફિસે બીબીસીના તારણોમાં તપાસ કરવાની ખાતરી ઉચ્ચારી છે.

નકલી કંપની ડાયરેક્ટર્સને સત્તાવાર પેપરવર્ક પર તેમના નામ રાખવા ચૂકવણી કરાય છે અને કંપનીઝ હાઉસમાં સંખ્યાબંધ બિઝનેસીસ નોંધાય છે. જોકે, આ લોકો બિઝનેસીસ ચલાવવામાં સંકળાતા નથી. આવી શોપ્સમાં ગેરકાયદે વેપ્સ અને સિગારેટના વેચાણોથી ભારે નફો મેળવાય છે. ઘણા બિઝનેસીસ આશરે એક વર્ષ પછી બંધ કરી દેવાય છે અને ઓફિસિયલ પેપરવર્કમાં નજીવા ફેરફારો સાથે ફરી ખોલી દેવાય છે. યુકેમાં વેચાણ માટે મિનિ-માર્ટ્સની જાહેરાતો અવારનવાર આવતી રહે છે.

‘ઘોસ્ટ ડાઈરેક્ટર્સ’ મિનિ-માર્ટ્સને તેમના નામે ચલાવવા ગેરકાયદે માઈગ્રન્ટ્સ પાસેથી માસિક 300 પાઉન્ડ જેટલી રકમ પણ વસૂલે છે. કુર્દિશ બિલ્ડર્સ ગેરકાયદે સિગારેટ્સ અને વેપ્સ માટે છુપાવવાના સ્થળો બાંધી આપવાની ઓફર્સ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter