યુકેમાં ગેરકાયદેસર પ્રવેશનારને થોડા જ દિવસમાં દેશનિકાલ કરાશે – સુનાક

માન્ય દસ્તાવેજો વિનાના વિદેશીઓ રાજ્યાશ્રયનો દાવો કરી શકશે નહીં - વડાપ્રધાન

Wednesday 08th February 2023 06:16 EST
 

લંડન

વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે નવા કાયદા અમલી બનતા જ માન્ય દસ્તાવેજો વિના યુકેમાં આવતા થોડા જ દિવસમાં દેશનિકાલ કરી દેવાશે, તેમના રાજ્યાશ્રયના દાવા પણ નકારી કઢાશે. હું રવાન્ડા ડિપોર્ટેશન પોલિસી પ્રત્યે પ્રતિબદ્ધ છું. તેમણે જણાવ્યું હતું કે, હાલ રાજ્યાશ્રયની અરજીઓના નિકાલમાં મહિનાઓ અને વર્ષો લાગી જાય છે પરંતુ હવે તેમનો થોડા દિવસો અથવા તો સપ્તાહમાં જ નિકાલ કરી દેવાશે. હાલ 1,40,000 વિદેશી યુકેમાં રાજ્યાશ્રયના નિર્ણયની રાહ જોઇને બેઠાં છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે રાજ્યાશ્રયની અરજીઓની નિકાલની પ્રક્રિયા ઝડપી બનાવવા માગીએ છીએ અને નવા કાયદા અમલમાં મૂકીને માન્ય દસ્તાવેજો વિના યુકેમાં આવતા લોકોને થોડા જ દિવસમાં દેશનિકાલ કરીશું. તેઓ રાજ્યાશ્રય માટે દાવો પણ કરી શકશે નહીં. હું એક એવી સિસ્ટમ લાગુ કરવા માગુ છું જેમાં ગેરકાયદેસર રીતે યુકેમાં પ્રવેશનારની તાત્કાલિક અટકાયત કરાશે અને થોડા જ દિવસમાં દેશનિકાલ કરી દેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter