લંડનઃ યુકેમાં દર્દીઓને સારવાર દરમિયાન વધુ મોકળાશનો અનુભવ થાય તે માટે પહેલીવાર કિંગ્સ કોલેજ હોસ્પિટલ દ્વારા આઉટડોર ક્રિટિકલ કેર ગાર્ડનનો પ્રારંભ કરાયો છે. દર્દીઓ ખુલ્લી હવાની અનુભૂતિ કરી શકે તે માટે આ ક્રિટિકલ કેર ગાર્ડનની વિશેષ રીતે ડિઝાઇન કરાઇ છે. અહીં તેઓ જરૂરી લાઇફ સપોર્ટ સિસ્ટમ સાથે ખુલ્લી હવાનો આનંદ માણી શકશે.


