લંડનઃ યુકેમાં પહેલીવાર મોટી કાર પાર્ક ઓપરેટર કંપનીને 4,73,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી તરફથી મળેલી લીગલ ઇન્ફર્મેશન નોટિસોનો જવાબ આપવામાં નિષ્ફળતા માટે યુરો કાર પાર્ક્સને આ દંડ ફટકારવામાં આવ્યો છે. ઓથોરિટીને તાજેતરમાં જ દંડ કરવાની નવી સત્તા આપવામાં આવી છે તે અંતર્ગત આ દંડ ફટકારાયો છે. ઓથોરિટી દ્વારા તપાસ શરૂ કરવા માટેની સમીક્ષા માટે આ નોટિસ પાઠવવામાં આવે છે. કંપનીઓ આ પ્રકારની નોટિસોનો ફરજિયાત જવાબ આપવા માટે કાનૂની રીતે બંધાયેલી હોય છે.

