યુકેમાં પહેલીવાર સ્કોટલેન્ડના એડિનબરોમાં ડ્રાઇવરલેસ બસનો પ્રારંભ

Tuesday 16th May 2023 11:55 EDT
 
 

લંડનઃ યુકેની સૌપ્રથમ સંપુર્ણ કદની ડ્રાઇવર વિહોણી બસોનો એડિનબરોમાં પ્રારંભ થયો છે. સ્ટેજકોચ દ્વારા સંચાલિત આ બસ ફેરીટોલ પાર્કથી ફોર્થ રોડ બ્રિજ સુધી દોડાવવામાં આવી રહી છે. જોકે  બસો ડ્રાઇવરલેસ હોવા છતાં તેમાં બસના બે કર્મચારી હાજર રહેશે. એક કર્મચારી ડ્રાઇવરની સીટ પર બેસીને ટેકનોલોજીને મોનિટર કરશે જ્યારે બસ કેપ્ટેન પ્રવાસીઓને બસમાં ચડવા ઉતરવા અને ટિકિટ આપવામાં મદદ કરશે. સ્ટેજકોચે જણાવ્યું હતું કે, પાંચ સિંગલ ડેકર બસ પ્રતિ સપ્તાહ 10,000 પ્રવાસીઓનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે. એબીવન સર્વિસ યુકેમાં પહેલો રજિસ્ટર્ડ ઓટોનોમસ બસ રૂટ છે. આ બસો સેન્સરના સહારે દોડે છે અને પહેલેથી પસંદગીના રૂટ પર 50 માઇલ પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ પ્રોજેક્ટને યુકે સરકાર દ્વારા ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter