યુકેમાં પેટ્રોલ- ડિઝલના વિક્રમી ભાવ

Wednesday 16th February 2022 05:43 EST
 

લંડનઃ યુકેમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૧.૪૮ પાઉન્ડ સાથે સાતમા આસમાને પહોંચ્યા છે. અગાઉનો પ્રતિ લિટર વિક્રમગત વર્ષની ૨૧ નવેમ્બરે ૧૪૭.૭૨ પેન્સનો નોંધાયો હતો. AAના જણાવ્યા મુજબ રવિવારે પ્રતિ લિટર પેટ્રોલની કિંમત ઉછળીને ૧૪૮.૦૨ પેન્સ થઈ હતી. બીજી તરફ, ડિઝલના ભાવે પણ પ્રતિ લિટર ૧૫૧.૫૭ પેન્સ સાથે નવો વિક્રમ નોંધાવ્યો છે.

મહામારી પછી ગ્લોબલ ઈકોનોમીઝ ફરી ખુલવા સાથે માંગમાં ઉછાળો આવવા સાથે ફ્યૂલના જથ્થાબંધ ભાવ ઉચકાયા હતા. આ ઉપરાંત, તાજેતરમાં યુક્રેન અને રશિયા વચ્ચે ભારે તંગદીલીની ચિંતાએ પણ પેટ્રોલના ભાવ સાતમા આસમાને પહોંચાડ્યા છે. રશિયા વિશ્વમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું ઓઈલ ઉત્પાદક છે. સોમવારે સવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ સાત વર્ષના સૌથી ઊંચા પ્રતિ બેરલ ૯૫.૪૦ અમેરિકી ડોલર સુધી ઊંચે ગયા હતા.

RACના ફ્યૂલ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૫૫ લિટરની ફેમિલી કારને આખી ભરાવવામાં આંખે પાણી આવી જાય તેવા ૮૧.૪૧ પાઉન્ડ ખર્ચવા પડે છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં નવા વિક્રમો સર્જાય તેવી શક્યતા છે. ગત નવેમ્બરમાં ફ્યૂલના ભાવનો વિક્રમ થયો ત્યારે AA મેમ્બર્સના પોલમાં જણાયું હતું કે ૪૩ ટકા મોટરિસ્ટ્સ કેર અથવા અન્ય વપરાશી ચીજવસ્તુઓના ઉપયોગમાં કાપ મૂકી રહ્યા હતા. વર્કિંગ એજના (૬૫ વર્ષ અને તેથી વધુ વય સિવાય) ,૩૬૧ લોકોમાંથી ૧૦ ટકાએ સાપ્તાહિક શોપિંગમાં કાપ મૂક્યો હતો. ૨૫-૩૪ વયજૂથમાં આ પ્રમાણ ૧૭ ટકાનું રહ્યુ હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter