યુકેમાં પેટ્રોલના ભાવ વિક્રમ તોડશે

Wednesday 03rd November 2021 07:23 EDT
 
 

લંડનઃ વાહનચાલકોએ ઓક્ટોબરના અંત સુધીમાં પેટ્રોલની ટાંકી ભરાવવા અત્યાર સુધીમાં રેકોર્ડ ભાવ ચૂકવવા પડશે તેવી આગાહી પેટ્રોલ રીટેઈલર્સ એસોસિયેશને (PRA) કરી છે. PRAના જણાવ્યા અનુસાર એપ્રિલ ૨૦૧૨માં પેટ્રોલ માટે ૧૪૨p પ્રતિ લીટર અને ડીઝલ માટે પ્રતિ લીટર ૧૪૮pનો સૌથી ઊંચો ભાવ નોંધાયો હતો તે હવે ઓક્ટોબરના અંતે તૂટી જશે. એક્સપેરિઅન કેટાલિસ્ટ યુકે અનુસાર ૧૯ ઓક્ટોબર મંગળવારે પેટ્રોલ અને ડીઝલનો પ્રતિ લીટર સરેરાશ ભાવ અનુક્રમે ૧૪૧.૩૫p અને ૧૪૪.૮૪pનો નોંધાયો હતો. ગત મહિનામાં ડ્રાઈવર્સની તીવ્ર અછતના પરિણામે ગભરાટપૂર્ણ ખરીદીના કારણે ફોરકોર્ટ્સ પ્રાઈઝમાં ધરખમ વધારો થયો હતો અને ફ્યૂલ ખાલી થઈ ગયાના પાટિયા જોવા મળ્યા હતા.

સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલનો સરેરાશ ભાવ પ્રતિ લીટર ૧૩૪.૯p હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ જ ભાવ ૧૧૩.૩p હતો તેમ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડામાં જણાવાયું હતું. ફોરકોર્ટ માલિકોની વેપારી સંસ્થાએ જણાવ્યું હતું કે પેટ્રોલ સ્ટેશનોએ ભાવ વધવાનું મુખ્ય કારણ ૧૨ મહિનામાં ઓઈલ કિંમતોમાં વિશ્વવ્યાપી બમણા વધારાનું છે. બ્રેન્ટ ક્રૂડ માટે ત્રણ વર્ષમાં સૌથી ઊંચી કિંમત ૮૫ ડોલરની જોવા મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter